Rahul Gandhi in Lok Sabha: રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું અને ભારત જોડો યાત્રાના અનુભવો શેર કર્યા. તેમણે કહ્યું કે 'ભારત જોડો યાત્રા' દરમિયાન ચાલતી વખતે કોંગ્રેસે લોકોનો અવાજ સાંભળ્યો અને પાર્ટીએ પણ પોતાનો અવાજ રાખ્યો હતો.  કોંગ્રેસે યાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ અને વડીલો સાથે વાત કરી હતી. લોકોએ તેમનું દર્દ જણાવ્યું હતું. 


લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમે યુવાનોને તેમની નોકરી વિશે પૂછ્યું તો ઘણાએ કહ્યું કે તેઓ બેરોજગાર છે અથવા કેબ ચલાવે છે. ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની વાત કરી, તેમની જમીન છીનવી લેવામાં આવી, જ્યારે આદિવાસીઓએ આદિવાસી બિલની વાત કરી. લોકોએ અગ્નિવીર યોજનાની પણ વાત કરી, પરંતુ યુવાનોએ કહ્યું કે આ અમને 4 વર્ષ પછી નોકરી છોડવાનું કહેશે.  રાહુલ ગાંધીએ કહ્યું કે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે અગ્નવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે, આર્મી તરફથી નહીં.




રાહુલ ગાંધીએ કહ્યું કે આજે પગપાળા યાત્રા કરવાની પરંપરા ખતમ થઈ ગઈ છે. શરૂઆતમાં  ચાલતી વખતે  અમે લોકોના અવાજો સાંભળતા હતા, પરંતુ અમારા હૃદયમાં એવું પણ હતું કે આપણે પણ અમારી વાત રાખવી જોઈએ. અમે હજારો લોકો સાથે વાત કરી.  વડીલો અને મહિલાઓ સાથે વાત કરી હતી.  


રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા હતા


કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, "2014માં અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 609માં નંબર પર હતા, ખબર નહીં જાદુ થયો અને તે બીજા નંબર પર આવી ગયા.  લોકોએ પૂછ્યું કે આ સફળતા કેવી રીતે મળી ?  ભારતના પીએમ સાથે તેમનો શું સંબંધ છે ? હું કહું છું કે આ સંબંધ ઘણા વર્ષો પહેલા જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થયો હતો.


તેમણે કહ્યું કે અદાણી માટે એરપોર્ટના નિયમો બદલાયા છે.  નિયમો બદલાયા અને કોણે નિયમો બદલ્યા તે મહત્વની બાબત છે. એવો નિયમ હતો કે જો કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ન હોય તો તે આ એરપોર્ટ લઈ શકે નહીં. ભારત સરકારે અદાણી માટે આ નિયમ બદલ્યો છે.