નવી દિલ્હી: કૉંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા કોરોના વાયરસ (Coronavirus)ની ઝપેટમાં આવી ગયા છે. તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર (Congress MP Shashi Tharoor) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  તેમની 85 વર્ષીય માતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને કોરોના વેક્સીનના બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. 



તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ટેસ્ટિંગ અપોઈન્ટમેન્ટના બે દિવસ અને રિપોર્ટ માટે દોઢ દિવસ રાહ જોયા બાદ પુષ્ટિ થઈ છે કે હું કોવિડ પોઝિટિવ (corona Positive) છું. મારી બહેન અને 85 વર્ષની માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 



થરુરે વધુમાં કહ્યું કે, તમને ખબર હોવી જોઇએ કે મારી બહેન કેલિફોર્નિયામાં ફાઇઝરના બંને ડોઝ લીધા છે. મેં અને મારી માતાએ 8 એપ્રિલે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લીધો. તેથી આપણી પાસે પર્યાપ્ત તર્ક છે કે રસી કોરોના ચેપને અટકાવતો નથી પરંતુ રસી વાયરસની અસરને ઘટાડે છે.



ઉલ્લેખનીય છે કે, કેરળમાં કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. બુધવારે, 22,414 લોકોને કોરોના સંક્રમિત થયા હતા અને 22 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 5000 લોકોનાં મોત નીપજ્યાં છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ- એક કરોડ 56 લાખ 16 હજાર 130


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039


કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538


કુલ મોત - 1 લાખ 82 હજાર 553


13 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.


Coronavirus: ભારતમાં મળ્યો કોરોનાનો ટ્રિપલ મ્યૂટેંટ વેરિયંટ, જાણો કેટલો ખતરનાક બની જશે વાયરસ ?