UP Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરબદલ થયો છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના સ્થાને અવિનાશ પાંડેને યુપી કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.  આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 

Continues below advertisement






પ્રિયંકા ગાંધી, જેઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી પદ પર હતા તેમના સ્થાને અવિનાશ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હવે અવિનાશ પાંડે યુપીના પ્રભારી હશે. સચિન પાયલટને છત્તીસગઢમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સચિન પાયલટને છત્તીસગઢના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 


જ્યારે કુમારી શૈલજાને ઉત્તરાખંડના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે કેસી વેણુગોપાલ સંગઠનના મહાસચિવ રહેશે અને હાલમાં પ્રિયંકા ગાંધી પાસે કોઈ રાજ્યની જવાબદારી નથી. 


સંગઠનમાં આ ફેરબદલ વચ્ચે પ્રિયંકા ગાંધીને હજુ સુધી કોઈ પોર્ટફોલિયો આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મુકુલ વાસનિકને ગુજરાત પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે જીતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણાટક અને દીપક બાબરિયાને દિલ્હી-હરિયાણાનો હવાલો મળ્યો છે. કુમારી શૈલજાને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે.  સંગઠનમાં સંચારની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશને સોંપવામાં આવી છે. સિનિયર કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ સંગઠનની જવાબદારી સંભાળી રાખશે.


તમને જણાવી દઈએ કે ગત 21 ડિસેમ્બરે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની હાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ હારની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્યોએ પણ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે શું રણનીતિ હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.