Congress President Election Live Update: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને મોટા સમાચાર, થરૂરના નામ પર જી-23 જૂથ સહમત નથી, આ નેતા નોંધાવી શકે છે ઉમેદવારી

એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં, પ્રથમ વખત ઓન રેકોર્ડ રાજસ્થાનના સીએમ ગેહલોતે સ્વીકાર્યું છે કે ગાંધી પરિવારે નિર્ણય લીધો છે કે પરિવારની બહારનો કોઈ સભ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે.

gujarati.abplive.com Last Updated: 22 Sep 2022 02:47 PM

બ્રેકગ્રાઉન્ડ

Congress President Election: કોંગ્રેસમાં પ્રમુખ પદને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાની ઘણી ચર્ચા છે, પરંતુ ખુદ ગેહલોત માને છે કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવું જોઈએ....More

પ્રમુખ પદ અંગે રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને પૂછવામાં આવેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તમને જલ્દી જ ખબર પડી જશે કે શું થવાનું છે. મેં મારું સ્ટેન્ડ પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસના કાર્યકરો સાથે મારો સીધો સંપર્ક છે. મારે મીડિયા દ્વારા કશું કહેવાની જરૂર નથી. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવારોને શું સૂચન કરશે? આના પર તેમણે કહ્યું, તેમના માટે હું કહેવા માંગુ છું કે તમે એક ઐતિહાસિક પદ લેવાના છો. તે માત્ર સંસ્થાનું સ્થાન નથી. તે એક વિચારધારા છે. જેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને છે તેમની પાસે ભારતની વિચારધારા હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આશા છે કે ઉદયપુર ચિંતન શિવિરના ઠરાવ મુજબ "એક વ્યક્તિ એક પદ"નું પાલન કરવામાં આવશે.