Congress President Election Live Updates: કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહી લડે દિગ્વિજય સિંહ
કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં ચહેરાઓને લઈને સસ્પેન્સ ચાલુ છે. દરમિયાન દિગ્વિજય સિંહે કહ્યું છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે તે મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવક બનશે. મેં આખી જિંદગી કોંગ્રેસ માટે કામ કર્યું છે અને કરતો રહીશ. હું ખડગે સામે ચૂંટણી લડવાનું વિચારી પણ શકતો નથી.
કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું હતું કે ચૂંટણીમાં જેટલા લોકો હશે તેટલું સારું રહેશે. તેમણે દિગ્વિજય સિંહ સાથેની મુલાકાત અંગે પણ જવાબ આપ્યો હતો. થરૂરે કહ્યું કે કોઈ દુશ્મન નથી.
બ્રેકગ્રાઉન્ડ
કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. બીજી તરફ અધ્યક્ષની ચૂંટણીમાં નવો જ ટ્વીસ્ટ આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી. આ તરફ રાજસ્થાનના ઘટનાક્રમ વચ્ચે દિગ્વિજયસિંહ ભારત જોડો યાત્રા કેરળના મલપ્પુરમથી અધવચ્ચેથી છોડી દિલ્લી રવાના થયા હતા. હવે દિગ્વિજયસિંહ અધ્યક્ષ પદ માટે દાવેદારી કરી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
હવે આ પદ માટે બે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં પહેલું નામ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું અને બીજું નામ વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું છે. એવી પણ સંભાવના છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ ઉમેદવારી નોંધાવીને આ રેસમાં ભાગ લઈ શકે છે. ખડગે ગાંધી પરિવારની પસંદગીના કહેવામાં આવી રહ્યા છે. તેમનું નામ લાંબા સમયથી ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -