અર્ધ સૈનિક દળનો શહીદને દરજ્જો આપવાના સવાલમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકાર આવશે તો અમે અર્ધ સૈનિક દળોને પણ શહીદનો દરજ્જો આપીશું. તેઓએ કહ્યું કે, “આજે અર્ધ સૈનિક દળોને શહીદનો દરજ્જો નથી મળતો, પરંતુ કૉંગ્રેસ સત્તામાં આવશે તો તેઓને શહીદનો દરજ્જો મળશે.” રાહુલે કહ્યું, “ સરકાર શિક્ષણ સંસ્થાઓમાં દખલ કરી રહી છે. શિક્ષણના બજેટમાં ઘટાડો કરી રહી છે.” તેઓએ કહ્યું, ‘આજે યુનિવર્સિટીઓમાં કુલપતિના પદ પર એક સંગઠનની વિચારધારાના લોકોને બેસાડવામાં આવી રહ્યાં છે. તેઓ ઇચ્છે છે કે હિંદુસ્તાનની શિક્ષણ પ્રણાલી તેમનું ઓજાર બની જાય.’
પુલવામા હુમલામાં શહીદોને યાદ કરી કયા મુખ્યમંત્રી ભાવુક થઈને રડી પડ્યાં, જાણો વિગત
દક્ષિણપંથી તાકતોને રોકવાને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે “દેશમાં આક્રોશ ફેલાઇ રહ્યો છે. તેનું મૂળ કારણ બેરોજગારી છે. દુનિયમાં પણ આ જ થઈ રહ્યું છે. દક્ષિણપંથી આ ગુસ્સાનો ઉપયોગ કરી રહ્યાં છે. જેનું સમાધાન એ છે કે રોજગાર પર કામ કરવાનું શરૂ કરી દેવું. આપણો મુકાબલો ચીન સાથે છે. આપણે ચીનને પછાડી શકીએ છે. જો દેશના લોકો મન બનાવી લે તો તેનો રસ્તો કોઈ જ નહીં રોકી શકે.
રાહુલ ગાંધીએ 10 કિલોમીટર ચાલી તિરૂપતિમાં કરી ભગવાન વેંકટેશ્વરની પૂજા, જુઓ તસવીરો
રાહુલે કહ્યું, “સરકાર દેશની બેરોજગારીને સ્વીકારવા તૈયાર જ નથી. શું વડાપ્રધાન આ રીતે ક્યારેક સંવાદ કરે છે ? હું તેઓને 50 વખત કહી ચુક્યો છું કે રાફેલ, બેરોજગારી જેવા કોઈ પણ વિષય પર ચર્ચા કરી લો. ” રાહુલ ગાંધીએ કહ્યું મને છોડો દેશના યુવાનો સાથે વાત કરી લો. તેઓએ ભાષણ છોડી વાત કરવી જોઈ. લોકસભામાં નાણાં મંત્રાલયનો જવાબ છે કે 24 કલાકમાં ભારત 450 રોજગાર પેદા કરે છે અને ચીમ 50 હજાર, થોડૂક વિચારો વડાપ્રધાનને કોઈ જ ફર્ક નથી પડતો.
દેશમાં ફેલાઇ રહેલી નફરતને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, હું અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સમર્થક છું. કોઈ ભૂલ કરે છે તો તેને સુધારી પણ શકાય છે. વડાપ્રધાનનો સંદેશ સમગ્ર વ્યવસ્થામાં જાય છે. નફરતના માહોલમાં જો વડાપ્રધાન ભાઈચારાનો સંદેશ આપે તો પરિસ્થિતિ સુધરી શકે છે. જો લીડરશિપ દિશા આપે તો વધારે સારુ થઇ શકે છે. આપણા દેશની પ્રકૃતિ ભાઈચારાની રહી છે.