Congress Presidential Elections: દિલ્હીમાં સોનિયા ગાંધીએ અને બેંગલુરુમાં ખડગેએ કર્યું મતદાન

કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન થશે

gujarati.abplive.com Last Updated: 17 Oct 2022 12:27 PM
રાહુલ ગાંધીએ મતદાન કર્યુ હતું.

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે મતદાન કર્યું હતું. 

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે મતદાન કર્યું હતું. 





ખડગેએ પણ મતદાન કર્યું હતું.

પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ કર્યું મતદાન

કોગ્રેસના આ સાંસદોએ મતદાન કર્યું

ગુજરાતમાં કોગ્રેસની અધ્યક્ષપદની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ હતું


કોગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન 10 વાગ્યે શરૂ થશે

બેલ્લારીમાં રાહુલ કરશે મતદાન

આજે કોગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન

પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

 મતદાન બાદ મતપેટીઓ દિલ્હી લાવવામાં આવશે જ્યાં 19 ઓક્ટોબરે પાર્ટીના મુખ્યાલયમાં મત ગણતરી થશે અને પરિણામો જાહેર કરવામાં આવશે.

ખડગે બેંગલુરુમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે

કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર ખડગે બેંગલુરુમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે. થરૂર સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે તિરુવનંતપુરમમાં રાજ્ય કોંગ્રેસ કાર્યાલયમાં મતદાન કરશે.

રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા'માં બનેલા કેમ્પમાં મતદાન કરશે

'ભારત જોડો યાત્રા'માં બનેલા કેમ્પમાં રાહુલ ગાંધી અને લગભગ 40 મતદારો મતદાન કરશે. રાહુલ ગાંધી સહિત કુલ 40 પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ છે.

બ્રેકગ્રાઉન્ડ

Congress President Election 2022 Today: કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન થશે. પાર્ટીમાં 22 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ રહી છે, જ્યારે 24 વર્ષ પછી ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે. એટલું જ નહીં કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદની ચૂંટણી લડાઈ રહી છે. રાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે રેસ ચાલી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.