Lok Sabha Elections: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજા પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કૉંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. 


પીએમ મોદીએ કહ્યું, "કોંગ્રેસના શહેજાદા દ્વારા આપવામાં આવેલા નિવેદનો તેમની વોટ બેંકને ખુશ કરવા માટે ખૂબ જ સમજી વિચારીને આપવામાં આવ્યા છે... પરંતુ શહેજાદા નવાબો, નિઝામો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર વિશે એક શબ્દ પણ બોલતા નથી. સુલતાન અને બાદશાહો... કૉંગ્રેસને ઔરંગઝેબ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો યાદ નથી, જેમણે આપણાં હજારો મંદિરોને નષ્ટ કર્યા, જેઓ ઔરંગઝેબના વખાણ કરે છે તેમની સાથે તેઓ રાજકીય ગઠબંધન કરે છે. 






તેમણે કહ્યું કે, "કોંગ્રેસે પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ લખ્યો છે. કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં સુલતાનો અને નિઝામો દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યા હતા.તમે રાજાઓનું અપમાન કરો છો પણ તેઓને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી. ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબો યાદ નથી. તેઓમાં નવાબો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી. કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં દેખાય છે.


'ઔરંગઝેબે સેંકડો મંદિરો તોડીને અપવિત્ર કર્યા'


કૉંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે આપણા સેંકડો મંદિરોને તોડ્યા અને અપવિત્ર કર્યા. કૉંગ્રેસ ઔરંગઝેબના ગુણગાન ગાતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરે છે. તેઓ ભૂલી ગયા કે જેમણે આપણા તીર્થસ્થાનોનો નાશ કર્યા, લૂંટ કરી અને ગાયોની હત્યા કરનારાઓને ભૂલી ગયા.