નવી દિલ્હી: નહેરૂ-ગાંધી પરિવારની ખૂબ જ નજીકના અને કૉંગ્રેસના સાસંદ સંજય સિંહે રાજ્યસભામાંથી રાજીનામુ આપી દિધુ છે. સુત્રોની જાણકારી મુજબ અમેઠીના રાજા સંજય સિંહ હવે ભાજપમાં સામેલ થશે. કૉંગ્રેસે આસામથી રાજ્યસભામાં મોકલ્યા હતા અને આગામી વર્ષે સદસ્યતા ખત્મ થવાની છે.


ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ સુલતાનપુર બેઠક પરથી મેનકા ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ત્રીજા સ્થાન પર રહ્યા હતા. સંજય સિંહની પહેલી પત્ની ગરિમા સિંહ હાલ અમેઠીથી ભાજપની ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે સંજય સિંહ ઘણી વાર યૂપીમાં ધારાસભ્ય અને રાજ્યસભા અને લોકસભા સદસ્ય રહી ચૂક્યા છે. તેઓ યૂપીમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સંજયસિહ અમેઠીના રાજ પરિવારમાંથી આવે છે.