મંગળવારે હવામાન વિભાગે કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં ભારે પવન સાથે વરસાદ પડશે. છેલ્લા 3થી 4 દિવસથી દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને દેશની ઘણી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્વિમી અરબ સાગર તરફથી 40-50ની ઝડપથી ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે. જેની અસર ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પર વધારે રહેશે. અહીં આગામી બે દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશના ઈન્દોર, ઉજ્જૈન, ધાર, ખંડવા, રાજગઢ, ગુના, વિદિશા, સિહોર, છિંદવાડા, બાલાઘાટ, ડિંડૌરી, અનુપપુપ, સિવની, હરદા, હોશંગાબાદ, ખંડવા, ઝાબુઆ, અલીરાજપુર અને મંદસૌરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી આરઆર ત્રિપાઠીના કહ્યાં પ્રમાણે, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ અને ઝારખંડમાં મોનસૂન ચક્રવાત બન્યો છે, જે મધ્યપ્રદેશ તરફ 2.1ની ઝડપથી આગળ વધી રહ્યો છે.