કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે. વિદ્યાર્થી સંગઠન તરફતી કાર્યક્રમને લઈને કહેવામાં આવ્યું છે કે, આ માત્ર કોલેજમાં જ નહીં પરંતુ રાજ્યની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ફાળો લેવા જઈશું.
આરએસએસ પર પ્રહાર
રામ મંદિર માટે ફાળો જમા કરાવાવને લઈને રાજસ્થાન કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ અભિષેક ચૌધરીએ આરએસએસ પર પ્રહાર કર્યા છે. અભિષેક ચૌધરીએ કહ્યું કે, “આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો રામ મંદિર પર ફાળાના નામે લોકો પર દબાણ કરી રહ્યા છે. મારું માનવું છે કે સમર્પિત થઈને એક રૂપિયો આપવો અને એક કરોડ રૂપિયા આપવા બન્ને સરખા છે. આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો આ કામને લૂટનો ધંધો બનાવી દીધો છે.”
અભિષેક ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસનું આ અભિયાન સાંપ્રદાયિક તાકતોને મેસેજ આપવાનું કામ કરશે. તેમણે કહ્યું, “અમે રાજનીતિ કરવા માટે કોઈ ધર્મની મદદ લેવાની જરૂરત નથી. ભારત એક ધર્મનિરપક્ષે દેશ છે અને કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે બંધારણ અનુસાર કામ કરે છે. અમારું આ અભિયાન એ સાંપ્રદાયિક તાકતો માટે મેસેજ છે જે રામ મંદિરના નામે દેશને તોડવાનો પ્રયત્ન કરે છે.”
‘રામ’ બધાના છે
રાજસ્તાન એનએસયૂઆઈના પ્રવક્તા રમેશ ભાટીએ કહ્યું કે, રાજ્યમાં રામ મંદિર નિર્માણ માટે ચલાવવામાં આવી રહેલ અભિયાનથી જેટલી રકમ ભેગી થશે તે રામ મંદિર ટ્રસ્ટને આપવામાં આવશે. આ દરમિયાન રમેશ ભાટીએ કહ્યું, “ભાજપના પ્રચારથી વિપરીત, અમારા અભિયાનનો ઉદ્દેશ એ મેસેજ આપવાનો છે કે ભગવાન રામ માત્ર હિંદુઓના કે કોઈ વિશિષ્ટ સમુદાયના નથી. ભગવાન રામ બધાના છે અને તેમ પ્રત્યે તમામ ધર્મોમાં વિશ્વાસ એક સરખો છે.”