કોંગ્રેસે શશી થરૂર પાસે આ નિવેદન બદલ ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસના કેરલા પ્રમુખ મુલાપલ્લી રામચંદ્રને કહ્યુ હતુ કે, થરૂર પાસે અમે પીએમ મોદીના વખાણ કરવા બદલ સ્પષ્ટતા માંગી છે. એ પછી ભવિષ્યમાં તેમની સામે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બીજા બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જયરામ રમેશ અને અભિષેક મનુ સિંઘવીએ પણ ક્હયુ હતુ કે, દરેક વખતે મોદીને નિશાન બનાવીને ટિકા કરવી યોગ્ય નથી. તેમણે લીધેલા કેટલાક સારા નિર્ણયોની પણ વાત થવી જોઈએ.