ચંડીગઢ : કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 6 ઓક્ટોબર સુધી પંજાબમાં ટ્રેક્ટર રેલી કરશે. રાહુલ ગાંધી નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં પંજાબ અને હરિયાણામાં ટ્રેક્ટર રેલી કરશે. આ પહેલા કૉંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી ત્રણથી પાંચ ઓક્ટોબર સુધી ટ્રેક્ટર રેલીઓ કરશે. જો કે, તેમનો કાર્યક્રમ યથાવત રહેશે.


પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહએ મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરીને લખ્યું કે, રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીના કાર્યમમાં ફેરફાર થયો છે. હવે આ ચાર, પાચ, છ ઓક્ટોબરે થશે. અન્ય કાર્યક્રમો પણ થશે.

પંજાબ કૉંગ્રેસના એક પ્રવક્તાએ ગુરુવારે કહ્યું હતું કે, ટ્રેક્ટર રેલીઓમાં ખેડૂત સંગઠનોનું સમર્થન મળવાની આશા છે જે ત્રણ દિવસ દરમિયાન 50 કિલોમીટરથી વધુ અંતર યોજાશે. રેલીઓ ત્રણ દિવસ સવારે 11 વાગ્યેથી શરુ થશે અને તેનું આયોજન કોવિડ-19ના પ્રોટોકોલ અનુસાર થશે.

સસંદમાં કૃષિ સાથે સંબંધિત બિલ કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020, આવશ્યક વસ્તુ(સંશોધન) બિલ -2020 પાસ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે.