નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કૉંગ્રેસ પ્રિયંકા ગાંધીને ખૂબ મોટી ભૂમિકા આપી શકે છે. મીડિયા રીર્પોટસ મુજબ ચૂંટણીની પ્રચારની તૈયારીને લઈને સોમવારે થોજાયેલી પાર્ટીની બેઠકમાં પ્રિયંકા હાજર રહ્યા હતા. આ પ્રથમ વખત બન્યું છે કે પ્રિયંકા ગાંધીએ કોઈ બેઠકમાં હાજરી આપી હોય. રીપોર્ટસ મુજબ આ ઉચ્ચ સ્તરીય બેઠકમા 2017 વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાન રણનીતિ પર ચર્ચા કરવામા આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના આગામી ચૂંટણી પ્રચારમા પ્રિયંકા વધારે પ્રમાણમાં ભાગ લેશે.
ઉલ્લેખનિય છે કે ઉત્તર પ્રદેશના કૉંગ્રેસ કાર્યકર્તાઓ ધણા દિવસોથી પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની માંગ કરી રહ્યા છે.
આ પહેલા ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર શિલા દિક્ષીતે રવિવારે કહ્યુ હતું કે પ્રદેશમાં રાહુલ ગાંધીના ‘શકિતશાળી’ અભિયાનમાં પ્રિયંકા ગાંધી જોડાવવાથી કૉંગ્રેસની તાકાત ધણી વધી જશે, સીમા પાર સેના દ્વારા કરવામાં આવેલા હુમલાનો રાજનીતિક લાભ ઉઠાવવાનો ભાજપનો પ્રયાસ જનતા ખારિજ કરી દેશે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે શીલા દિક્ષીત ધણા સમયથી ઉત્તર પ્રદેશમાં ફરિ રહ્યા છે. તેમણે ભાજપા પર આરોપ લગાવ્યો છે કે તે ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક રીતે ધ્રુવીકરણની કોશિશ કરી રહી છે.