નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી આવતી કાલે મેનિફેસ્ટો જાહેર કરશે. કહેવાય ચે કે, તેમાં લોકાભીમુખ વચનો કરી શકે છે. થોડા દિવસ પહેલા જ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચૂંટણી મેનીફેસ્ટોમાં અમે સ્વાસ્થ્ય સેવા કાયદાના વચનને સામેલ કરી શકીએ છીએ.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક વખથ ફરી કોંગ્રેસ પાર્ટી સત્તામાં વાપસી કરવાના પ્રયાસ કરી રહી છે. જેના કારણે પાર્ટી મેનીફેસ્ટો દ્વારા વોટ મેળવવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસના મેનીફેસ્ટોમાં મુખ્ય રીતે ખેડૂતોની લોનમાફી પર નજર રહેશે. રાહુલે આ તીર ચલાવીને જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ફરી સતા મેળવી હતી. આ સાથે જ ગરીબ, બેરોજગારી, સુશાન જેવા તમામ મુદ્દા કોંગ્રેસના મેનીફેસ્ટોમાં હોઈ શકે છે.