પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું કે, "ઉત્તર પ્રદેશના શિક્ષામિત્રોની મહેનતનું દરરોજ અપમાન થાય છે. સેંકડો પીડિતોએ આપઘાત કરી લીધો છે. જે લોકો રસ્તા પર ઉતર્યા હતા તેમના પર સરકારે લાઠીચાર્જ કરાવ્યો હતો, તેમની સામે રાસુકા લગાવી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ ટી-શર્ટના માર્કેટિંગમાં વ્યસ્ત છે. કદાચ તેઓ પીડિતો પર પણ થોડું ધ્યાન આપતા. Sanchibaat."
વર્ષ 2015માં અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે સરકાર તરફથી પ્રાથમિક શાળાઓમાં કામ કરતા "શિક્ષા મિત્રો"ની સહાયક શિક્ષકો તરીકે કરવામાં આવેલી નિમણૂકોને ગેરકાયદે ઠરાવી હતી. આ આદેશની અસર બે લાખ જેટલા "શિક્ષા મિત્રો" (કરાર પર કામ કરતા શિક્ષકો) પર પડી હતી. ઉત્તર પ્રદેશની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 1.73 લાખ "શિક્ષા મિત્રો" નોકરી કરી રહ્યા હતા. 2014ના વર્ષ સુધીમાં તેમની નોકરી સરકારે કાયમી કરી દીધી હતી.
હાઇકોર્ટ બાદ 2017ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે "શિક્ષા મિત્રો"ની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તે લોકો TET પરીક્ષા પાસ નથી કરતા ત્યાં સુધી તેમની હંગામી નોકરીને સરકારી નોકરીમાં બદલી ન શકાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવા શિક્ષકોને પગાર 38,848 રૂપિયાથી ઘટાડીને 3500 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. જોકે, યોગી સરકારે આવા શિક્ષકોનો પગાર વધારીને રૂપિયા 10 હજાર કર્યો હતો.