પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસનું મંથન ચાલુ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રવિવારે સાંજે 4 વાગ્યે AICC ઓફિસ દિલ્હી ખાતે તાજેતરની રાજકીય ઘટનાઓ પર ચર્ચા કરવા માટે રાખવામાં આવી છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. પંજાબમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. કૉંગ્રેસને પંજાબમાં માત્ર 18 બેઠકો મળી છે. 



શુક્રવારે મોડી સાંજે પૂર્વ રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં કપિલ સિબ્બલ, અખિલેશ પ્રસાદ સિંહ, મનીષ તિવારી અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા.


સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમના નેતૃત્વ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે તેમણે પાર્ટી અધ્યક્ષ છોડી દીધું છે, હારની જવાબદારી પોતે લેવા માંગતા નથી, તો પછી કેમ તેઓ પંજાબમાં ચન્નીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરતા હતા.  યુપીમાં પ્રિયંકા ગાંધીના પ્રદર્શન પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકાની મહેનત યુપીમાં કેમ કામ ન આવી, મહેનત કરવા છતાં સફળતા ન મળવી પાર્ટીની કેન્દ્રીય નીતિઓ પરના પ્રશ્નો અને ખામીઓ દર્શાવે છે.


આ પહેલા ગુરુવારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બોલાવવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં CWCની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે.


DELHI : દિલ્લીના નવા 'બોસ' બનશે પ્રફુલ્લ પટેલ? કેજરીવાલે ટ્વીટ કરી ઉઠાવ્યાં સવાલ


શું લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલની દિલ્હી બદલી કરવામાં આવી રહી છે? શું તેમને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવશે? આ સવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો છે. શનિવારે બપોરે એક ટ્વિટમાં કેજરીવાલે પૂછ્યું કે શું લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ્લ  પટેલને દિલ્હીના આગામી ઉપરાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા છે?  


કોણ છે પ્રફુલ્લ  પટેલ?



પ્રફુલ્લ પટેલની ડિસેમ્બર 2020 માં લક્ષદ્વીપના પ્રશાસક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પણ છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પ્રફુલ્લ  પટેલ ગુજરાતના ગૃહમંત્રી હતા. ગયા વર્ષે લક્ષદ્વીપમાં પ્રફુલ્લ  પટેલના ઘણા નિર્ણયોનો ઘણો વિરોધ થયો હતો. તેમને પરત બોલાવવાની માંગ પણ કરવામાં આવી હતી. હાલમાં અનિલ બૈજલ દિલ્હીમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે. 1969 બેચના બૈજલને ડિસેમ્બર 2016માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની પ્રફુલ્લ પટેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહેસાણા જિલ્લામાંથી આવે છે.જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પ્રફુલ્લ પટેલને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020માં આ બે કેન્દ્રશાસિત પ્રદેશોને એક UT માં મર્જ કરવામાં આવ્યા હતા. પ્રફુલ્લ પટેલ તેના પ્રબંધક રહ્યા. ડિસેમ્બર 2020માં પટેલને લક્ષદ્વીપની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.