નવી દિલ્લી: અખિલેશ સરકારની સમાજવાદી પેંશન યોજનાની બ્રાંડ એમ્બેસેડર વિદ્યા બાલનની સાડીને લઈને વિવાદ થયો છે. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે સરકારી જાહેરાતમાં વિદ્યાએ સમાજવાદી પાર્ટીની રંગની સાડી પહેરી છે અને સપા સરકારી પૈસે પાર્ટીનો પ્રચાર કરી રહી છે.
એખિલેશ સરકારે સમાજવાદી પેંશન યોજનાની બ્રાંડ એમ્બેસેડર બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનને બનાવી છે. યુપીના સીએમ અખિલેશ યાદવની દલીલ હતી કે સપા સરકારે કામ તો ઘણા કર્યા છે પણ પ્રચારમાં પાછળ છે. વિદ્યા બાલનને લોકો ઓળખે છે આ બહાને તેમની સરકારના કામને પણ લોકો જાણશે કે આ કોણ કરી રહ્યું છે.
વિદ્યા બાલન વાળી યુપી સરકારની જાહેરાતમાં તેની સાડીને લઈને હવે હોબાળો થયો છે. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે બાલને જે લાલ અને લીલા રંગની સાડી પહેલી છે તે સમાજવાદી પાર્ટીનો રંગ છે, માટે તેઓ સરકારી પૈસે પોતાનો પ્રચાર કરવાનો આરોપ મૂકી રહ્યા છે.
જો કે સમાજવાદી પાર્ટી હવે આ આરોપમાં પોતાનો બચાવ કરી રહી છે. સપા સરકારના મંત્રી રવિદાસ મેહરોત્રાનું કહેવું છે કે સાડી કોઈ પણ રંગની હોય શકે છે. જો કે પછીથી તેમણે સ્પષ્ટતા કરી કે સરકાર સમાજવાદી પાર્ટીની છે. સ્કીમ સમાજવાદી પાર્ટીની છે તો નામ પણ તેનું જ હોય.