National Institute of Nutrition Guideline: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) એ ભારતીયો માટે ખોરાક સંબંધિત ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન મોટા રિસર્ચ, નિષ્ણાતોના અભિપ્રાય અને તેમના મંતવ્યો અને પોષણ અને આરોગ્ય પર વૈજ્ઞાનિક પુરાવાનાં ઘણા રિસર્ચ પછી બનાવવામાં આવી છે. ખોરાક અને પોષણને લગતાં આ રિસર્ચ ભારતીય લોકોને નવું આહાર માર્ગદર્શન પૂરું પાડે છે અને તેમને લોકોની બદલાતી લાઈફસ્ટાઈલ, સામાન્ય રોગો અને ખાવાની બદલાતી આદતો વિશે વિચારવા મજબૂર કરે છે.
આ રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે માટીના વાસણમાં ખોરાક બનાવીને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. NIN એ માટીના વાસણોને પર્યાવરણને અનુકૂળ, ઓછા તેલની કિંમત અને ખોરાકમાં પોષક તત્વોને સાચવવામાં સક્ષમ ગણ્યા છે. NIN ની આ માહિતી ભારતીયોને તેમના વાસણો અને રસોઈની પદ્ધતિઓ અંગેના ઓપ્શન વિશે પણ માહિતી આપે છે. આ કારણે સારું ભોજન અને ટકાઉ રસોડાને પ્રોત્સાહન આપવાની વાત પણ કરે છે.
માટીના વાસમણાં ખોરાક રાંધવાથી ખોરાકમાંથી મળતા પોષક તત્વો જળવાઈ રહે છે. જો કે માટીના વાસણો દરેક રસોડા માટે યોગ્ય નથી હોતા, પરંતુ રસોડા પ્રમાણે તેને પસંદ કરી શકાય છે. રસોઈ માટે માટીના વાસણો યોગ્ય પસંદગી છે. માટીના વાસણો થોડા નાજુક હોય છે, પરંતુ યોગ્ય કાળજી સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.
નોન-સ્ટીક વાસણો છે જોખમી
જો કે, આ ગાઈડલાઈન ધાતુઓ, સ્ટીલ, નોન-સ્ટીક પેન અને ગ્રેનાઈટ કુકવેરનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરે છે. અગાઉ, આ નોન-સ્ટીક પેનમાં પરફ્લુઓરોક્ટેનોઈક એસિડ (PFOA) હતું, જે ટેફલોન અને નોન-સ્ટીક કોટિંગ્સ વિશે ચિંતાનું કારણ હતું.
માહિતી અનુસાર, પીએફઓએના કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે કેન્સર, થાઇરોઇડની સમસ્યા જોવા મળી હતી. પરંતુ કુકવેર ઉદ્યોગે 2013 થી કુકવેરમાંથી પીએફઓએને મોટાભાગે દૂર કર્યું છે.
જો કે, નોન-સ્ટીકી વાસણોને લાંબા સમય સુધી ગરમ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. અતિશય ગરમ થવાથી કોટિંગ તૂટી શકે છે, જેનાથી હાનિકારક ધૂમાડો ફેલાય છે જે ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે અને ફ્લૂ પણ થઈ શકે છે. આ પોલિમર ફ્યુમ ફ્લૂ તરીકે ઓળખાય છે.
રસોઈ માટે શ્રેષ્ઠ ફૂડ-ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ પસંદ કરવું જોઈએ. તેઓ ટકાઉ, સાફ કરવા માટે સરળ છે અને સામાન્ય રીતે સૌથી વધુ આરોગ્યપ્રદ વિકલ્પ માનવામાં આવે છે. માટીનાં વાસણો અને સિરામિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા વાસણો ખાવા માટે પણ સલામત છે, જ્યાં સુધી તે યોગ્ય રીતે સાફ અને જાળવણી કરવામાં આવે.