Coromandel Train Accident: ઓરિસ્સાના  બાલાસોરમાં શુક્રવારે (02 જૂન) રાત્રે એક મોટી ટ્રેન દુર્ઘટનામાં 50 લોકોના મોત અને 350 લોકો ઘાયલ થયાના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન તે ટ્રેનોની સૂચિ પણ જારી કરવામાં આવી છે જે  ડાયવર્ટ કરવામાં આવી છે અથવા તો રદ કરવામાં આવી છે.


ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી નીચે મુજબ છે-


ટ્રેન નંબર- 22807 જે ટાટા જમશેદપુર થઈને જશે.


ટ્રેન નંબર- 22873 પણ ટાટા જમશેદપુર થઈને જશે.



ટ્રેન નંબર- 18409 ને પણ ટાટા જમશેદપુર તરફ ડાઈવર્ટ કરવામાં  આવી છે.


ટ્રેન નંબર- 22817 ને પણ ટાટા જમશેદપુર તરફ વાળવામાં આવી છે.


ટ્રેન નંબર 15929 આ ટ્રેનને ભદ્રક પરત બોલાવવામાં આવી છે.


12840 ચેન્નાઈ સેન્ટ્રલ - હાવડા હાલમાં ખડગપુર વિભાગમાં જરોલી થઈને ચાલશે.


18048 વાસ્કો દ ગામા - શાલીમારને કટક, સાલગાંવ, અંગુલને રસ્તે ડાઈવર્ટ કરવામાં આવી.


22850 સિકંદરાબાદ-શાલીમાર સાપ્તાહિક ટ્રેનોને કટક, સલગાંવ, અંગુલ થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.


રદ કરાયેલી ટ્રેનોની યાદી નીચે મુજબ છે-


ટ્રેન નંબર 12837 હાવડા પુરી સુપર ફાસ્ટ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12863 હાવડા-SMV બેંગ્લોર એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે. આ સિવાય ટ્રેન નંબર- 12839 હાવડા-ચેન્નઈ સેન્ટ્રલ મેલ, 12895, 20831 અને 02837 પણ રદ કરવામાં આવી છે.


કોણે શું કહ્યું?


રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ટ્રેન નંબર 12841 ચેન્નાઈ સેન્ટ્રલથી શાલીમાર જઈ રહી હતી. આ ટ્રેન 2 જૂને બપોરે 3.30 વાગ્યે શાલીમાર માટે રવાના થઈ હતી. ખડગપુર ડિવિઝન હેઠળના બહનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે રાત્રે 8.30 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી.


આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવા અંગે ટ્વીટ કરીને હેલ્પલાઈન નંબર અને બચાવ કામગીરીની જાણકારી આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે,  પશ્ચિમ બંગાળથી મુસાફરોને લઈ જતી શાલીમાર-કોરોમંડલ એક્સપ્રેસ આજે સાંજે બાલાસોર નજીક માલસામાન ટ્રેન સાથે અથડાઈ અને અમારા કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા તે જાણીને આઘાત લાગ્યો છે. 


સીએમ મમતાએ કહ્યું કે અમે અમારા લોકોના ભલા માટે ઓરિસ્સા સરકાર અને દક્ષિણ પૂર્વ રેલવે સાથે સંકલન કરી રહ્યા છીએ. અમે ઇમરજન્સી કંટ્રોલ રૂમ નંબર 033- 22143526/22535185 સક્રિય કર્યો છે. બચાવ,  સહાય અને મદદ માટે તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.