Odisha Train Accident: ઓરિસામાં મોટી ટ્રેન દુર્ઘટના, કોરોમંડલ રેલ પાટા પરથી ઉતરી ગઈ, અનેક ઘાયલ

Odisha Train Accident: કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જવાને કારણે દુર્ઘટના ગ્રસ્ત થઈ ગઈ. આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે.

Continues below advertisement

Odisha Train Accident: કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જવાને કારણે દુર્ઘટના ગ્રસ્ત થઈ ગઈ. આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે. શોધ અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

Continues below advertisement

 

હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે

વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે.

આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. હાલ કોઈના મોત અંગે કોઈ માહિતી નથી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માત સાંજે લગભગ 6.30 કલાકે થયો હતો. આ ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી પશ્ચિમ બંગાળના હાવડા સુધી ચાલે છે. આ ટ્રેન શાલીમાર સ્ટેશનથી લગભગ 3.15 વાગ્યે રવાના થઈ હતી. પરંતુ તે ઓડિશાના બાલાસોરમાં બહાનાગા સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈ અને પાટા પરથી ઉતરી ગઈ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, માલગાડીની ટક્કરના કારણે ટ્રેનના 17-18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં અંધારું હોવાને કારણે મુસાફરોને બચાવવાની કામગીરી ખૂબ જ પડકારજનક બની રહી છે. લોકો ફોનમાં ફ્લેશ લાઇટ કરીને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે. રાહત અને બચાવ કાર્યને કારણે આ રૂટ પરની અન્ય તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

15 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે

ભારતીય રેલ્વેએ ફસાયેલા મુસાફરોના સંબંધીઓ માટે નંબર જારી કર્યો છે. જો કોઈપણને તેના પરિવારના સભ્ય વિશે માહિતીની જરૂર હોય તો તે ઈમરજન્સી નંબર +91 6782 262 286 પર કૉલ કરી શકે છે. આ સિવાય 15 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola