નવા રિપોર્ટ પ્રમાણે, હાલ દેશભરમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, અને ત્રણ નાગરિકોએ કોરોનાના કારણ જીવ પણ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાની સૌથી વધુ અસર હાલ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 42 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં ત્રણ વિદેશી નાગરિકો પણ સામેલ છે.
કયા રાજ્યોમાં કેટલા કેસ, ને કેટલા વિદેશી નાગરિકો છે સામેલ......
- મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે, ત્રણ વિદેશી નાગરિક છે
- કેરાલામાં 25 કેસ, બે વિદેશી નાગરિક
- યુપીમાં 16 કેસ, એક વિદેશી નાગરિક
- હરિયાણામાં 17 કેસ, 14 વિદેશી નાગરિક
- કર્ણાટકામાં 11 કેસ
- દિલ્હીમાં 8 કેસ, એક વિદેશી નાગરિક
- લદ્દાખમાં 8 કેસ
- તેલંગાણામાં 6 કેસ, બે વિદેશી નાગરિક
- રાજસ્થાનમાં 4 કેસ, બે વિદેશી નાગરિક
- જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ
- ઓડિશા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, બંગાળ, પંજાબમાં 1-1 કેસ
Created with GIMP
ખાસ વાત છે કે, ગુજરાતમાં હજુ સુધી એકપણ કોરોના પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી.
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.