કોરોના વાયરસને લઇને અનેક સંશોધન થઇ રહ્યાં છે. કોરોનાના બદલતા સ્ટ્રેન અને તેની દવા પર વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યાં છે. કોરોના વાયરસના લક્ષણો, મ્યુટન્ટ અને તેની દવા અને તેના માટેની વેક્સિન મામલે હાલ પણ વિશ્વભરના વૈજ્ઞાનિકો શંસોધન કરી રહ્યાં છે. હાલ આ મુદ્દે જ પેપર એનાલિસીસું એક તારણ સામે આવ્યુ છે. જે તારણ મુજબ જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય તેવા લોકો માટે કોવિડનું સંક્રમણ ઘાતક સાબિત થઇ શકે છે.


કોરોના વાયરસના સંક્રમણ મામલે રિસર્ચ પેપર એનાલિસીસનું તારણ છે કે, જે લોકોમાં પહેલાથી વિટામીન ડીની ઉણપ હોય છે. તેવા લોકો માટે કોરોના વાયરસનું સંક્રમણ વધુ ગંભીર સ્થિતિ સર્જી શકે છે. રિસર્ચના તારણ મુજબ વિટામિન ડીની ઉણપના કારણે કોરોના વાયરસ શરીર પર હાવિ થઇ જાય છે. જે લોકોમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હોય છે, તેવા દર્દી માટે કોરોના વાયરસ વધુ ગંભીર સ્થતિ નથી સર્જી શકતો.


ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ  ઓફ પબ્લિક હેલ્થ  ગાંધીનગર દ્રારા રજૂ કરાયેલું આ રિસર્ચ પેપર ઓક્સફર્ડ યુનિવર્સિટીના જર્નલમાં પ્રસિદ્ધ થયું છે. કોરોનાની બીજી લહેર દેશભરમાં ઘાતક સાબિત થઇ રહી છે. ત્યારે આ રિસર્ચ પણ ઇલાજમાં કારગર સાબિત થઇ શકે છે.


વિટામિન ડીની ઉણપના મામલે સ્પેન અને બ્રાઝિલમાં સંશોધન કરાયા હતા. જેમાં પણ આવું જ તારણ સામે આવ્યું હતું કે, જે લોકોમાં વિટામીન ડીની ઉણપ હતી. તેવા સંક્રમિત લોકોની સ્થિતિ ગંભીર થઇ હતી અને તેને આઇસીયુમાં દાખલ કરવા પડ્યાં હતા. .


ઉલ્લેખનિય છે કે, ભારતમાં 18થી વધુ વયના લોકોમાં 30 ટકાથી માંડીને 50 ટકા સુધી વિટામીન ડીની ઉણપ     જોવા મળી રહી છે.


વિટામિન-ડીની પૂર્તિ કરવા શું કરશો?


 સંશોધકોએ લોકોને સલાહ આપી છે કે, કોરોનાની મહામારીમાં કોવિડ-19થી થતી ગંભીર સ્થિતિ બચવા માટે રોજ સવારના કૂમળા તાપને અડધી કલાક લેવો જોઇએ. સવારનો તાપ શરીરમાં ઉર્જાનો સંચાર કરવાની સાથે વિટામિન-ડીની ઉણપની પણ પૂર્તિ કરે છે.