મહારાષ્ટ્ર: રાજ્યમાં  ફરી કોરોના વકર્યો છે. 75 દિવસ બાદ પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ફરી 5000થી વધુ કેસ નોંધાયા છે.

ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળતાં લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. જો કે મહારાષ્ટ્રથી ચિંતાજનક કોરોના આંકડા સામે આવ્યાં છે. ડિસેમ્બર બાદ અહીં પહેલી વખત કોરોના વધુ કેસ નોધાયા છે.  75 દિવસ પછી મહારાષ્ટ્રમાં 5૦૦૦થી વધુ કોરોનાના નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે.   આરોગ્ય વિભાગે જણાવ્યું કે,  5૦૦૦થી વધુ કેસો પૈકી મોટા ભાગના કેસો અકોલા અને નાગપુરમાં  નોંધાયા  આજે 5,427 નવા કેસો નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 20,81,520 પહોંચી છે.

કોરોના કારણે મૃતક આંકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે છેલ્લી 24 કવાકમાં  38  લોકોના મૃત્યું થયા છે. જેના કારણે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 51,669  છે. એક્ટિવ કેસની સંખ્યા 40 હજારથી ઉપર છે. નોંધનિય છે કે  આ પહેલા છલ્લી વખત 4 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના 5229  કેસ નોંધવામાં આવ્યા હતાં અને ત્યારબાદથી કેસોમાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જો કે ફરી કોરોના મહારાષ્ટ્રમાં માથું ઉચકી રહ્યાં છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં ફરીથી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સાત જિલ્લાઓમાં અમરાવતી, નાગપુર, બુલઢાણા, યવતમાળ, અકોલા, પરભણી અને જાલનાનો સમાવેશ થાય છે.

માત્ર મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 736 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ કેસ વધતા નવી ગાઇલાઇન પણ  જાહેર કરી છે.