જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાં એકસાથે બે જગ્યાઓ પર આતંકીઓ સાથે અથડામણ શરૂ થઇ ગયુ છે. વડગામ જિલ્લાના વીરવાહમાં સુરક્ષાદળોની સાથે અથડામણ ચાલી રહ્યું છે. આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ અલ્તાફ અહેમદ શહીદ થઇ ગયા છે. વળી એક જવાન પણ ઘાયલ બતાવવામાં આવી રહ્યો છે. બીરવાહમાં એકથી બે આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે.

કાશ્મીર ઝૉન પોલીસે જાણકારી આપી છે કે વડગામ એન્કાઉન્ટરમાં ઘાયલ એસજી સીટીનુ નામ મંજૂર અહેમદ છે. હાલ તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વડગામમાં મોડી રાતથી એન્કાઉન્ટર ચાલુ છે.



વળી બીજુ એન્કાઉન્ટર શોપિયા જિલ્લાના બડીગામ વિસ્તારમાં ચાલી રહ્યું છે. જ્યાં બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે સુરક્ષાદળોને આતંકીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. આ પછી જ્યારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યુ તો આતંકીઓએ ફાયરિંગ કરવાનુ શરૂ કરી દીધુ.

જાણકારી મળી રહી છે કે શોપિયામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ આતંકીઓની પાસે મોટા પ્રમાણમાં દારુગોળો મળી આવ્યો છે, જોકે ત્રણેય આતંકીઓની ઓળખ નથી થઇ શકી.