નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મહામારી કોરોના વાયરસે સ્પીડ પકડી લીધી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 141 કેસો સામે આવ્યા છે. આ પછી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને હવે 293એ પહોંચી ગઇ છે.

ખાસ વાત એ છે કે, દિલ્હીમાં ગુરુવારે જે 141 નવા કેસો સામે આવ્યા છે, તેમાં 129 એવા છે જે તબલીગી જમાતના મરકજમાં ગયા હતા.

દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 4 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં 2 મોત ગઇકાલે થયા જે લોકો મરકજમાં ગયા હતા. આ પહેલા બુધવારે પણ કોરોનાના નવા 32 સામે આવ્યા હતા. આમ દિલ્હીમાં કોરોના સ્પીડ પકડી લીધી છે.



બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે, દિલ્હીમાં હાલ સ્થિત કંન્ટ્રૉલમાં છે, અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની પરિસ્થિતિ પેદા નથી થઇ.