દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, ગુજરાત એમ ચાર રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં જે કેસ આવ્યાં છે. તેમાંથી 89 પ્રતિશત માત્ર આ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં 24 કલાકમાં 555 નવા કેસ
રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,416 લોકોના કોરોનાથી મોત થયા છે.અમદાવાદ સહિતનાં શહેરોમાં કોરોનાના કેસો વધતાં લોકોમાં ચિંતા છે. શહેરમાં સોમવારે કોરોનાના નવા 126 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતુ. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 400 થઈ છે, રાજ્યમાં ત્રણ જિલ્લામાં વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે, સુરત, અમદાવાદ, વડોદર જિલ્લામાં 24 કલાકમાં 100થી વધુ કેસ નોંઘાય છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમિતો
મહારાષ્ટ્રમાં દૈનિક આધાર પર સૌથી વધુ 11,141 કેસ નોંધવામાં આવ્યાં છે. તો કેરળમાં 2,100 તેમજ પંજાબમાં 1,043 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કેસ નોંધાતા કેન્દ્રની સ્વાસ્થ્ય વિભાગની ટીમ મહારાષ્ટ્ર પહોંચી છે.
પંજાબમાં 11 હજારથી વધુ નવા કેસ
પંજાબમાં સંક્રમિતોની સંખ્યા વધતા ફરી પ્રશાસને પંજાબના 4 જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લગાવ્યો છે. નવાશહર, જાલંધર, કપૂરથલા વધુ કેસ નોંધાયા છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મત્યું થયા છે
24 કલાકમાં 97 લોકોના મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 97 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 87.63 પ્રતિશત મોતના નવા કેસ સાત રાજ્યો સંબંધિત છે. મહારાષ્ટ્રમાં 38 લોકોના મૃત્યુ થયા છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકોના તો કેરળમાં 13 લોકોના મૃત્યુ થયા છે.