Coronavirus Today: દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 46 હજાર 164 નવા કેસ નોંધાયા છે. જ્યારે 607 લોકો મૃત્યુ પામ્યા હતા. આજે જાણો દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિ શું છે.


34 હજાર 159 લોકો સાજા થયા


આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 34 હજાર 159 લોકો સાજા થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ 17 લાખ 88 હજાર 440 થઈ ગઈ છે. તે જ સમયે, હવે એક્ટિવ કેસો વધીને ત્રણ લાખ 33 હજાર 725 થયા છે.


અત્યાર સુધીમાં 4 લાખ 36 હજાર 365 લોકોના મોત થયા


ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 25 લાખ 58 હજાર 530 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લાખ 36 હજાર 365 લોકો મૃત્યુ પામ્યા છે.


રસીના 60 કરોડ 38 લાખ 46 હજાર 475 ડોઝ આપવામાં આવ્યા


તે જ સમયે, દેશમાં રસીકરણની કુલ સંખ્યા 60 કરોડ 38 લાખ 46 હજાર 475 પર પહોંચી ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 17,87,283 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધી કુલ 51,31,29,378 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.


ક્યા રાજ્યમાં સૌથી વધારે કેસ



  • કેરળ- 31,445

  • મહારાષ્ટ્ર – 5,031

  • આંધ્રપ્રદેશ- 1,601

  • તમિલનાડુ- 1,573

  • કર્ણાટક- 1,224


કેરળમાં કોરોના બેકાબુ


કેરળમાં છેલ્લા 24 કલાકમાં 31,445 કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કેરળનો પોઝિટિવિટી રેટ પણ વધીને 19.03% થયો છે. પાછલા દિવસમાં 20,271 લોકો કોરોનામાંથી સાજા થયા છે. અત્યાર સુધી કેરળમાં કોરોનાના 38.83 લાખથી વધુ કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 19 હજારથી વધુ લોકોના મોત થયા છે.


મહારાષ્ટ્રમાં કોરોના કેસ


બુધવારે મહારાષ્ટ્રમાં 5,031 નવા કેસ નોંધાયા છે અને 216 દર્દીઓના મોત થયા છે. મૃત્યુઆંક પણ ગઈકાલ કરતાં લગભગ 100 વધારે છે. અગાઉ 19 ઓગસ્ટે 5,225 નવા કેસ નોંધાયા હતા. મંગળવારે રાજ્યમાં સંક્રમણના 4,355 નવા કેસ નોંધાયા અને 119 લોકોનાં મોત નીપજ્યાં હતા. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,37,680 અને મૃતકોની સંખ્યા વધીને 1,36,571 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 4,380 દર્દીઓ સંક્રમણ મુકત બન્યા ત્યારબાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 62,47,414 થઈ ગઈ. મહારાષ્ટ્રમાં હાલ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 50,183 છે.