કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ટ્વીટ કરીને કહ્યું કે, “ભારતમાં ટેસ્ટિંગ મામલે અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,70,000થી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. વ્યાપક ક્ષેત્રોમાં સમયય સમય પર નિરંતર ટેસ્ટિંગનું ઉચ્ચ સ્તર બનાવી રાખવા સંક્રમિતનોની જલ્દી ઓળખ કરી અને સંક્રમિતોને આઈસોલેશન કરવા તથા હોસ્પિટલમાં ભર્તી કરવાની સુવિધા હોય છે. જેનાથી મૃત્યુદરમાં ઘટાડો થાય છે. ”
ભારતમાં કોવિડ-19ના કારણે મૃત્યુદર ઘટીને 1.75 ટકા થઈ ગયો છે, જ્યારે દેશમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 77.09 ટકા થઈ ગયો છે. દેશમાં 8 લાખ 15 હજાર 538 એક્ટિવ કેસ છે, જે તમામ કેસના 21.16 ટકા જેટલા છે.
આરોગ્ય મંત્રાલયના સવારે આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 83,883 કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 38,53,406 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 67,376 પર પહોંચી ગયો છે.