કોરોના સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી LIVE : રાજ્ય સરકારોએ ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની જરૂર, સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન

કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી વિગતો. સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી.

abp asmita Last Updated: 04 Feb 2022 11:11 AM
રાજ્ય સરકારોએ ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની જરૂર.

સુપ્રીમનું મહત્વનું અવલોકન.  ઘણા રાજ્યોમાં સરકારી આંકડા અને મંજુર કરેલી અરજીઓના આંકડાઓમાં મોટો તફાવત. આટલા બધા ક્લેમ ખોટા ના હોઈ શકે. સરકારે મંજૂર કરેલી અરજીને ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર. રાજ્ય સરકારોએ ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની જરૂર.

કર્ણાટકમાં વળતર અંગેનો ચેક બાઉન્સ થવા બદલ પણ કોર્ટની નારાજગી

કર્ણાટકમાં વળતર અંગેનો ચેક બાઉન્સ થવા બદલ પણ કોર્ટની નારાજગી

સરકારોએ બજેટમાં પ્રોવિઝન કરવાની  જરૂર નથી

સરકારોએ બજેટમાં પ્રોવિઝન કરવાની  જરૂર નથી. ચીફ મિનિસ્ટર કોવિડ રિલીફ ફન્ડ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનજમેન્ટ ફન્ડમાંથી મૃતકોના પરિજનોના વળતર ચૂકવાયઃ સુપ્રીમ કોર્ટ

તકનીકી કારણોસર અરજીઓ નામંજુર ના થવી જોઈએ

તકનીકી કારણોસર અરજીઓ નામંજુર ના થવી જોઈએ. સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ. મહારાષ્ટ્ર સરકારનો પણ સુપ્રીમ કોર્ટે લીધો ઉધડો

વેલ્ફેર સ્ટેટ તરીકે વળતર આપવાની સરકારની જવાબદારી છે

વેલ્ફેર સ્ટેટ તરીકે વળતર આપવાની સરકારની જવાબદારી છે. મૃતકોને સાંત્વના મળે એ રીતે સરકાર કામગીરી કરે.

રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતીઃ સુપ્રીમ કોર્ટ

રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતીઃ સુપ્રીમ કોર્ટ

મૃતકોના પરિજનોને વળતર ચુકવવાની કામગીરી

નોડલ ઓફિસર અને મેમ્બર સેક્રેટરી એક બીજાના સંકલનમાં મૃતકોના પરિજનોને વળતર ચુકવવાની કામગીરી કરશે.

નોડલ ઓફિસરની નિમણૂંક કરવા હુકમ

રાજ્ય સરકાર ચીફ મિનિસ્ટર સેક્રેટરીએટના ડેપ્યુટી સેક્રેટરી કક્ષાથી ઓછા ના હોય એવા અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરે એવો કોર્ટનો હુકમ

મૃતકોના નામ, સરનામાં મૃત્યુ તારીખ સહિતની વિગતો રજૂ કરવા કોર્ટનો હુકમ

કોર્ટે કહ્યું, માત્ર સ્ટેટ્સટિક્સ નહિ પૂરતી વિગતો રજૂ કરે સરકાર. મૃતકોના નામ, સરનામાં મૃત્યુ તારીખ સહિતની વિગતો રજૂ કરવા કોર્ટનો હુકમ. આ તમામ વિગતો રાજ્ય સરકારો તેમના રાજ્યની લીગલ સર્વિસીસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરીને પૂરી પાડે.

ગુજરાત રાજ્યના આંકડા પર પણ સુપ્રીમ કોર્ટની નારાજગી

કોરોના મૃત્યુ સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ. રાજ્ય સરકારોના ઢીલા વલણ સામે સુપ્રીમ કોર્ટની નારાજગી. ગુજરાત રાજ્યના આંકડા પર પણ સુપ્રીમ કોર્ટની નારાજગી.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી વિગતો. સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી. રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજુર કરી. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.


રાજ્ય સરકારના જ આંકડા પ્રમાણે 1 લાખથી વધુ પરિવારોએ પોતાના પરિજનના કોરોના મૃત્યુ અંગે નોંધાવ્યા દાવા. જેમાંથી 87,000થી વધુ મોત સુપ્રીમના નિર્દેશ પ્રમાણે સરકારે કોરોના મૃત્યુ ગણ્યા, અરજીઓ મંજુર કરી. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.