Health Tips:કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થઇ રહેલા દર્દીઓ માટે સરકાર તરફથી ડાયટ ચાર્જ રજૂ કરવામાં આવ્યો છે. આ ડાયટ ચાર્ટને ફોલો કરવાથી ઇમ્યુનિટિ બૂસ્ટ થશે અને વિકનેસ ઝડપથી દૂર થશે. આપ આ ડાયટ ચાર્ટને ફોલો કરીને ઝડપથી રિકવર થશો.


કોરોનાના દર્દીએ સવારે ઉઠીને રાતે પાણીમાં પલાળેલી બદામ ખાવી જોઇએ.તેમજ કિસમિશ ખાવા જોઇએ.


સવારે નાસ્તામાં રાગી કે દલિયા લેવા જોઇએ. કોરોનાના દર્દીએ ગ્લૂટેન ફ્રી ડાયટથી ફાઇબર યુક્ત ડાયટમાં શિફ્ટ થવું જરૂરી છે. તેનાથી પાચન સારૂં રહે છે.


લંચ લીધા બાદ ગોળ અને ઘી લેવાની આદત પાડો તેનાથી શરીર ગરમ રહેશે અને ઇમ્યુનિટિ મજબૂત બનશે,


ડિનરમાં આપ ખીચડી લઇ શકો છો. જેમાં બધા જ પોષક તત્વો હોય છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.


શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે ખૂબ પાણી પીઓ. ઘરમાં બનેલ લીંબુ પાણી અને છાશ પણ પી શકો છો. જો શરીર હાઇડ્રેટ હોય તો ઇમ્યુન સિસ્ટમ સારી રહે છે અને શરીરના ઓર્ગન પણ દુરસ્ત રહે છે.


કોરોના સંક્રમણથી ઝડપથી રિકવર થવા માટે પ્રોટીન યુક્ત આહાર લો. પ્રોટીનની પૂર્તિ માટે ડાયટમાં ચિકન, ફિશ,ઇંડા,સોયાબીન,બદામને સામેલ કરો. તેમાં સારી માત્રામાં પ્રોટીન મેળવી શકાય છે.


 ડાયટમાં ગ્રીન વેજિટેબલ, કોઠળ અને ખાસ કરીને સિઝનલ ફ્રૂટને સામેલ કરો. તેનાથી શરીરને મિનરલ, વિટામિન મળી રહે છે.


રોજ રાત્રે સૂતા પહેલા હળદળવાળું દૂધ પીવાનું ન ભૂલો, હળદરમાં એન્ટીબાયોટિક્સ તત્વ હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે. 


જો આપ હોમ ક્વોરોન્ટાઇન હો અને આ સમય દરમિયાન એન્જાઇટીનો શિકાર થઇ રહયાં હો તો આપ ડાર્ક ચોકેલેટ લઇ શકો છો. એવી ચોકલેટ લો જેમાં 70 પ્રતિશત કોકોઓની માત્રા હોય છે.


રસોઇ માટે બદામ, ઓલિવ ઓઇલ, અખરોટના તેલનો શક્ય હોય તો ઉપયોગ કરો. તે આપના માટે સારો વિકલ્પ હશે.