સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામે લડવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. લોકોનો જીવ બચવવામાં ડોક્ટર્સ પોતાના પરિવારજનોને છોડીને ડ્યુટી નિભાવી રહ્યાં છે ત્યારે હરિયાણા સરકારે કોરોના વાયરસ સામેની લડતમાં ફ્રન્ટ વોરિયર્સ એવા ડોક્ટર્સ, નર્સીસ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્યોને બમણો પગાર આપવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસનો પ્રસાર અટકાવવા માટે 21 હોટસ્પોટ ઝોનમાં 'ઓપરેશન શિલ્ડ' શરૂ કરવાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યમાં વિવિધ જિલ્લામાંથી મેડિકલ સંગઠનોના વડા, જિલ્લા આયુર્વેદિક અધિકારીઓ અને અન્યો સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક પછી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કોરોના વાયરસ સામેની લડત ચાલુ રહે ત્યાં સુધી આ લડાઈમાં તેમજ કોરોના દર્દીઓની સારવારમાં પ્રત્યક્ષ રીતે સામે ડોક્ટર્સ, નર્સીસ, પેરામેડિકલ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ટેસ્ટિંગ લેબ સ્ટાફનો પગાર બમણો કરી દેવામાં આવશે.

તેમણે કહ્યું કે કોરોના વાઈરસ સામેની લડત ચાલુ રહે ત્યાં સુધી આ લડાઈમાં તેમજ કોરોના દર્દીઓની સારવારમાં પ્રત્યક્ષ રીતે સામે ડોક્ટર્સ, નર્સીસ, પેરામેડિકલ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ટેસ્ટિંગ લેબ સ્ટાફનો પગાર બમણો કરી દેવાશે.