Corona Cases In India : કોરોના વાયરસના એ આતંકને યાદ કરતા જ રૂંવાડા ઉભા થઈ જાય છે. એ ડરામણી સ્થિતિને કોઈ કેવી રીતે ભૂલી શકે? દેશની જનતાએ કોરોનાની એક નહીં પણ ત્રણ-ત્રણ વેવનો સામનો કર્યો છે જેમાં બીજી લહેર તો સુનામીની જેમ ફેલાઈ ગઈ હતી જેણે અફરા તફરી મચાવી દીધી હતી. હવે ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ ખતરાની ઘંટડી વગાડી છે.



6 મહિના બાદ ફરીથી કોરોનાના નવા દર્દીઓ વધતા સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ સ્થિતિમાં મનમાં વારંવાર એક પ્રશ્ન આવે છે કે, શું ફરીથી કોરોનાની નવી વેવનો સામનો કરવાનો વારો આવશે કે કેમ? જેને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાના ઉછાળાને લઈને સાવચેત રહેવાની જરૂર છે, ગભરાવાની નહીં.

જો નિષ્ણાતોનું માનીએ તો કોરોનાની ચોથી વેવની કોઈ શક્યતા નથી. જો કે, તેમણે આગામી 20 દિવસમાં કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. એક અહેવાલ મુજબ, નિષ્ણાતોનું માનવું છે કે, કોરોનાના નવા કેસોમાં હાલનો ઉછાળો કોઈ નવી લહેરનો સંકેત નથી.

તેમણે કહ્યું છે કે, આ ઉછાળો હળવો હોવાથી અને થોડા દિવસોમાં સમાપ્ત થઈ શકે છે. કદાચ એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં કેસમાં ઘટાડો થવાનું શરૂ થઈ શકે છે. આ સાથે જણાવ્યું કે, જે લોકો પહેલાથી જ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે અથવા જેઓ વૃદ્ધ દર્દીઓ છે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે છે.

નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે, કોવિડ કેસોમાં વર્તમાન વધારો અગાઉની ત્રણ લહેરો કરતા અલગ છે. ડૉ. શુચિન બજાજે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વાયરસની પેટર્ન 3 મહિના પહેલા જેવી જ છે. ત્યારે પણ કેસ એ જ રીતે વધી રહ્યા હતા. હવે આ વખતે ઈન્ફલ્યુએન્ઝાના ડરને કારણે લોકો હોસ્પિટલોમાં જઈ રહ્યા છે અને આ દરમિયાન તેઓ કોરોના માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કોરોનાના વધુ કેસો સામે આવી રહ્યા છે.

નિષ્ણાતોના મતે, કોવિડ કેસોની સંખ્યા વધી રહી છે. પરંતુ તેની ગતિ ધીમી છે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ કોરોના માર્ગદર્શિકાનું ધ્યાન રાખવું પડશે.

Gujarat Corona Update: કોરોનાના કેસ વધતાં રાજ્યની હોસ્પિટલમાં કરાશે મોક ડ્રિલ, જાણો વેક્સિનની શું છે સ્થિતિ

Gujarat Corona Updates: દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, HBB 1.6 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળે છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમા વધારો થઈ રહ્યો છે, હાલ 2141 એક્ટિવ કેસ રાજ્યમાં છે. 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના કેસો વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. ગયા અઠવાડિયા કરતા આ ચાલુ અઠવાડિયામા કોરોના કેસો ઘટ્યા છે, વેક્સિનની કેન્દ્ર પાસે માગણી કરી છે, જલ્દી વેકસીન મળી જશે.