અમિત શાહના ગૃહ મંત્રાલયે કોરોના ગાઇડલાઇન ક્યાં સુધી લંબાવી, કોરોનાના નવા સ્ટ્રેનને લઇ શું કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2020 07:55 AM (IST)
ગૃહ મંત્રાલયે કહ્યું, ભારતમાં કોરોનાની સંખ્યા સતત ઘટી રહી છે પણ વૈશ્વિક સ્તરે નવા મામલા વધી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની ગાઈડલાઈનને ૩૧મી જાન્યુઆરી૨૦૨૧ સુધી લંબાવી દીધી છે. ગૃહમંત્રાલયે બ્રિટનમાં આવેલા નવા કોરોના સ્ટ્રેનનો ઉલ્લેખ કરીને વધારે સાવધાની રાખવાની જરૂર હોવાનું જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું, ભારતમાં કોરોનાની સંખ્યા સતત ઘટી રહી છે પણ વૈશ્વિક સ્તરે નવા મામલા વધી રહ્યા છે. રાજ્યોએ કન્ટેનમેન્ટ ઝોનમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે અને એસઓપીનું કડકાઈથી પાલન કરાવવું પડશે. ગૃહ મંત્રાલયે રાજ્યોને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવા કહ્યું છે. બ્રિટનમાં ન્યૂ સ્ટ્રેઈનનો કોરોના વાયરસ જોવા મળ્યો હોવાથી સાવધાની રાખવી જરૃરી હોવાનું ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવાયું હતું. બ્રિટન સહિતના દુનિયાભરના ઘણાં દેશોમાં ન્યૂ સ્ટ્રેઈન કોરોના વાયરસ જોવા મળ્યો તેનો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે અત્યારે વધારે સાવધાન રહેવાની જરૃર હોવાથી ગાઈડલાઈન આગળ વધારવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનને સાવધાનીપૂર્વક નક્કી કરીને તેનું સખ્તાઈથી પાલન કરવાની સલાહ ગૃહ મંત્રાલયે રાજ્યોને આપી છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં સક્રિય કોરોનાના કેસ ઘટી રહ્યા છે. નવા કોરોનાના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રિકવરી રેટમાં પણ સુધારો નોંધાયો છે, છતાં સાવધાની રાખવાની ખાસ જરૂર છે. મેષ, કન્યા, તુલા રાશિવાળા ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ