Corona in Punjab: દેશના જે છ રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમાં પંજાબ પણ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર પંજાબમાં વિતેલા 24 કલાકમાં 1309 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઈકાલે 18 લોકોના કોરોનાથી મોત થયા હતા. રાજ્યમાં વધાત કોરોનાના કેસને લઈને રાજ્યની અમરિંદર સરકારે પટિયાલા, લુધિયાણા, નવાંશહર, જાલંધર, હોશિયારપુર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ લાગુ કર્યું છે.
પંજાબમાં કોરોનાની શું સ્થિતિ છે ?
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના લેટેસ્ટ આંકડા અનુસાર, પંજાબમાં અત્યાર સુધીમાં 193345 કેસ સામે આવ્યા ચે. જેમાંથી 5996 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 177280 લોકો ઠીક થયા છે. રાજ્યમાં હાલમાં પણ 10059 એક્ટિવ કેસ છે જેમની સારવાર ચાલી રહી છે.
ઉત્તરથી દક્ષિણ સુધી કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો આવતા તણાવની સ્થિતિ ઉભી થઈ છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોનાના 23285 નવા કેસ સામે આવ્યા હતા. મોટી વાત એ છે કે આ કેસમાં અંદાજે 85 ટકા કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુમાં નોંધાયા છે.
લોકોની બેદરકારી, ટેસ્ટિંગ ન કરવું અને ભીડભાડ જવાબદાર છે
સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણ ફેલાવવા પાછળ લોકોની બેદરકારી, ટેસ્ટિંગ ન કરાવવું અને ભીડભાડવાળા કાર્યક્રમને જવાબદાર ગણાવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા આંકડાને કારણે અલગ અલગ શહેરમાં ફરીથી લોકડાઉન અને કડક નિમયની અમલવારી શરૂ થઈ છે.