દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે.

Continues below advertisement


કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે.







શનિવારે કોરોના ચેપના 1 લાખ 07 હજાર 474 નવા કેસ નોંધાયા હતા અને 865 લોકોના મોત થયા છે. એટલે કે નવા કેસોમાં લગભગ 24,000નો ઘટાડો થયો છે. હાલમાં દેશમાં કુલ એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 11.01 લાખ થઈ ગઈ છે. દેશમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4.22 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે.


દેશમાં કોરોના પર એક નજર


કુલ કોરોના કેસઃ 4.22 કરોડ


કુલ રિકવરીઃ 4.06 કરોડ


કુલ મૃત્યુઃ 5.02 લાખ