નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. સિંગાપુરમાં કોરોનાની નવી લહેરથી વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંગાપુરમાં એક સપ્તાહની આંદર આશરે 25900 કેસ નોંધાયા છે. ત્યારબાદ સિંગાપુર સ્વાસ્થ્ય વિભાગે ફરી એક વખત માસ્ક પહેરવા અને કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. ચિંતાજનક સમાચાર એ છે કે ભારતમાં પણ આ નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, દેશમાં  KP.1 ના 34 અને KP.2 ના 290 કેસ સામે આવ્યા છે. 


જૂનમાં પીક પર પહોંચી શકે છે કોરોના


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગાપુરમાં કોરોના વાયરસના બે તૃતિયાંશથી વધારે કેસ નવા વેરિઅન્ટ KP.1 અને KP.2 ના છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જૂનના મધ્ય સુધીમાં કોવિડના કેસ પીક પર પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. વિશેષજ્ઞો મુજબ, KP.2 જે રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે, એવામાં સંભાવના છે કે આ JN.1 વેરિઅન્ટ કરતા પણ વધારે ફેલાશે. કોરોનાના આશરે 50 ટકા સેમ્પલમાં KP.2ને જ પ્રમુખ કારક માનવામાં આવી રહ્યો છે. સિંગાપુરમાં કોવિડ-19 કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં જૂનના મધ્ય સુધીમાં કોરોના પીક પર પહોંચવાની આશંકા છે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યું, સંક્રમણ હાલ શરુઆતની સ્થિતિમાં છે, એવામાં સમય રહેતા નિયંત્રિત કરવાના ઉપાય જરુરી છે. 


ભારતના આ રાજ્યોમાં નોંધાયા છે કેસ 


દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં KP.2 ના 146 કેસ નોંધાયા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 36 સંક્રમિત દર્દીઓની ઓળખ થી છે. આ સિવાય ગુજરાત, ગોવા, પશ્ચિમ બંગાળ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દેશમાં સંક્રમિત દર્દીઓમાં મોટાભાગે સાવ સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. નવા વેરિઅન્ટના કારણે હોસ્પિટલમાં દાખલ થવુ પડે અથવા ગંભીર કેસ હાલમાં નથી. 


ઓમિક્રોનનો જ સબ વેરિઅન્ટ FLiRT


તમને જણાવી દઈએ કે આ નવા કોરોના વેરિઅન્ટનો સંબંધ ઓમિક્રોન સાથે છે. ઓમિક્રોન કોરોના વાયરસનો એ સ્ટ્રેન છે, જેણે દુનિયાભરમાં સૌથી વધુ હાહાકાર મચાવ્યો હતો. પરંતુ તેમાં કેટલાક એવા મ્યૂટેશન જોવા મળ્યા છે, જે તેને વધુ ચેપી બનાવે છે. કોરોના વાયરસની બૂસ્ટર ડોઝ લગાવી ચૂકેલા લોકો પણ તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે.