Corona news Live Update: વડોદરામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ છેલ્લા 24 કલાકમાં 8 લોકોના કોવિડથી થયા મૃત્યુ

વડોદરામાં કોરોનાનું ભયાનક સ્વરૃપ સામે આવ્યું છે. ચોવીસ કલાકમાં આઠના મોત થયા છે. તો ઝેરી દવા પીને આપઘાત કરનાર મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

gujarati.abplive.com Last Updated: 26 Jan 2022 10:53 AM
પાટણ જિલ્લામાં આજે 196 નવા કેસ નોંધાયા, તો મહિસાગરમાં નવા 14 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

પાટણ જીલ્લામાં આજે 196 નવા કેસ નોંધાયા. આજે ગઈકાલ કરતા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગઇકાલે જિલ્લામાં કોરોના સંક્રમણના 242 કેસ નોંધાયા હતા. આજે 196 કેસ નોંધાયા છે. 4 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો  637 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શંકાસ્પદ દર્દીઓના 2,087 સેમ્પલ  હજુ પેન્ડિંગ છે. જેના રિપોર્ટ નથી આવ્યાં. અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં  કુલ કોરોના પોઝિટિવના 2,072 કેસ નોંધાયા છે.


મહીસાગર જિલ્લામાં આજે નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. બાલાસિનોર તાલુકામાં 02, કડાણા 2, ખાનપુર 1, લુણાવાડા તાલુકામાં 5 સંતરામપુર 3 અને વીરપુરમાં 1 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં આજે 35 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
જિલ્લામાં એક્ટિવ કેસોનો આંક 122 પર પોહોચ્યો છે.

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત, મહુવાના મંત્રી આર.સી મકવાણાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

રાજ્ય સરકારના વધુ એક મંત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગર મહુવાના મંત્રી આર.સી મકવાણાનો કોરોનાનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીકતા ના મંત્રી આર.સી મકવાણાને કોરોના લક્ષણો જણાતા RT-PCR કરાવ્યો હતો.
આર.સી મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેમના નિવાસસ્થાને હોમ કોરેન્ટાઇન થયાં છે.


રાજકોટના ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતનો સ્ટાફ  કોરોના સંક્રમિત થઈ રહ્યો છે.છેલ્લા 6 દિવસમાં 6 આરોગ્ય કર્મી સંક્રમિત થયા. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં 2 ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2 સ્ટાફ નર્સ કોરોનાથી  સંક્રમિત થયા છે. 1 ફાર્માસિસ્ટ અને 1 NCD કાઉન્સેલરનો પણ  કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805  કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469  દર્દીઓ રિકવર પણ થયા છે.


રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805  કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

માર્ચમાં ઓમિક્રોનના હશે વળતા પાણી, જાણો પેન્ડેમિક પિરિયડ ક્યાં સુધી રહેશે, શું કહ્યું એક્સ્પર્ટે

અમદાવાદના ડોક્ટરે કોવિડ વિશે કર્યું મહતવનું નિવેદન, ભારતમાંથી કોરોનાની વિદાય માટે નાગરિક શિસ્ત સૌથી વધારે અનિવાર્ય છે.
નવા વેરિયન્ટ ન આવે તો એક વર્ષમાં પેન્ડેમીક લગભગ પૂરો થશે. માર્ચ સુધીમાં ઓમીક્રોનના વળતા પાણી  હશે.: કે.ડી.હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડો. જીગર મહેતા અને ડો. અદીત દેસાઈનો આ મુદ્દે  સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.


રાજ્યમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઠ બાળકો કોરોનાની સારવાર હેઠળ છે.જેમાંથી એક બાળકને ઓક્સિજન ઉપર રાખવાની સ્થિતિ છે.તબીબી રિપોર્ટના અનુમાન મુજબ તાજા જન્મેલા બાળકોથી લઈને 12 વર્ષના બાળકો કોરોના સંક્રમિત થયા છે.જેમના માતા પિતા પૈકી એક બાળકના પિતાએ વેકસીનનો એક પણ ડોઝ લીધો નથી.તો અન્ય સાત બાળકોની માતાએ વેકસીનના બીજા ડોઝ બાકી છે

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંઘાયા, કેરળમાં 55 હજારથી વધુ કેસ

દેશમાં  કોરોના ના નવા 2 લાખ 85 હજાર કેસ નોધાયા છે. કોરોના ના નવા કેસ કરતા ડિસ્ચાર્જ થનારની સંખ્યા વધું છે.
2 લાખ 99 હજાર લોકો કોરોનાથી સાજા થયા છે.


 


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં 25 જાન્યુઆરીએ 17,69,745 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે


 


કેરળમાં 55 હજારથી વધુ કેસ


કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55,475 કેસ નોંધાયા છે અને 70 લોકોના મોત થયા છે. જ્યારે 30,226 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 2,85,365 છે, જ્યારે કુલ મૃત્યુઆંક 52,141 પર પહોંચ્યો છે.

રાજયકક્ષાના આરોગ્ય તેમજ આદિજાતિ વિકાસ મંત્રી નિમિષા સુથારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સોશિયલ મીડિયા દ્રારા કરી જાણ

રાજયકક્ષાના આરોગ્ય તેમજ આદિજાતિ વિકાસ મંત્રી નિમિષા સુથારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજયકક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરોન્ટાઇન થયા છે , તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા
છેલ્લા થોડા સમયમાં તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ કોરોના રિપોર્ટ કરાવવા સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું


 


“મારો RT-PCR ટેસ્ટ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે.આથી છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો/સ્નેહીજનો ને સાવચેતીના ભાગરૂપે જરૂરી તકેદારી રાખવા અને લક્ષણો જણાતા કોવિડ ટેસ્ટ કરાવવા અનુરોધ કરું

બ્રેકગ્રાઉન્ડ

વડોદરામાં  કોરોનાનું ભયાનક સ્વરૃપ સામે આવ્યું છે.  ચોવીસ કલાકમાં આઠના મોત થયા છે. તો ઝેરી દવા પીને આપઘાત કરનાર મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


વડોદરામાં કોરોના કેસોમાં મોટો ઉછાળો થયો છે. છેલ્લા 24 કલાક માં વધુ 3802 કેસ નોંધાયા છે. તો હાલ શહેરમાં 2,2253 એક્ટિવ કેસ નોંધાયા છે. 21721 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ 532 દર્દીઓ  છે. તો 177 દર્દીઓ ઓક્સિજન પર છે.
29 દર્દીઓ વેન્ટિલેટર પર  છે. જ્યારે 8 લોકોના કોવિડથો મોત થયા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.