દેશમાં કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 202 કેસ નોંધાઈ ચૂક્યા છે. ઓમિક્રોનના સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર અને દિલ્હી છે. બંને રાજ્યોમાં ઓમિક્રોનના 54-54 કેસો મળ્યા છે. ઓડિશામાં નવા બે સંક્રમિત મળ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કુલ ઓમિક્રોનના કેસોએ 200ની સંખ્યા પાર કરી છે. જોકે સારી વાત એ છે કે 77 દર્દીઓ એમાંથી સારવાર લઈને સાજા થઈ ચૂક્યા છે.


ઓમિક્રોન હવે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે સવારે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં હવે 200 દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે. આ બંને રાજ્યોમાં 54-54 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન અત્યાર સુધીમાં દેશના 12 રાજ્યોમાં પહોંચી ગયો છે.


ગોવામાં બ્રિટનથી આવેલા ચાર યાત્રીઓ કોરોના સંક્રમિત માલૂમ પડ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે ગોવા એરપોર્ટ પર સવારે બધા પેસેન્જરોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર યાત્રીઓ સંક્રમિત મળ્યા હતા. બધા સંક્રમિતોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


 


દેશમાં અત્યાર સુધીમાં 138,34,78,181 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 64,56,911 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


 


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


 


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,14,079 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  


 


 ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 52  હજાર 164

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 95 હજાર 060

  • એક્ટિવ કેસઃ 79 હજાર 097

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 78 હજાર 7