નવી દિલ્હીઃ Covid-19 રસીકરણ સર્ટિફિકેટથી પ્રધાનમંત્રી મોદીની તસવીર હટાવવા મામલે કેરળ હાઇકોર્ટ મંગળવારે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સુનાવણી કરતાં કહ્યું, પીએમ કોઈ રાજકીય જૂથના નેતા નથી તેઓ દેશના નેતા છે. નાગિરકોને તેમની તસવીર અને મનોબળ વાળા સંદેશ સાથેનું સર્ટિફિકેટ લેવામાં શરમ રાખવાની જરૂર નથી. તેની સાથે જ કોર્ટે અરજી પણ ફગાવી દીધી હતી.


કેરળ હાઇકોર્ટે શું કહ્યું


કેરળ હાઇકોર્ટે કહ્યું, કોઈ એમ ન કહી શકે કે પ્રધાનમંત્રી કોંગ્રેસ, ભાજપ કે કોઈ રાજકીય જૂથના પ્રધાનમંત્રી છે. પરંતુ બંધારણ મુજબ એક વખત પ્રધાનમંત્રી ચૂંટાયા બાદ તેઓ આપણા દેશના પ્રધાનમંત્રી હોય છે અને આ પદ પર દરેક નાગરિકને ગૌરવ થવું જોઈએ. કોર્ટે આગળ કહ્યું, સરકારની નીતિઓ અને એટલે સુધી કે પ્રધાનમંત્રીની રાજકીય વલણથી અલગ હોઈ શકે છે. પરંતુ નાગરિકોએ મનોબળ વધારનારા સંદેશની સાથે પ્રધાનમંત્રીની તસવીરની સાથે રસીકરણનું પ્રમાણપત્ર લઈ જવામાં શરમ રાખવાની જરૂર છે. તેમાં મહામારીની સ્થિતિનો ઉલ્લેખ થઈ રહ્યો છે.


કોર્ટે બીજું શું કહ્યું


આ ઉપરાંત એમ પણ કહ્યું, કોવિડ-19 મહામારીને માત્ર રસીકરણથી જ સમાપ્ત કરી શકાય છે. જો પીએમે પ્રમાણપત્રમાં તસવીર સાથે સંદેશ આપ્યો છે કે દવા અને કડક નિયંત્રણની મદદથી ભારત વાયરસને હરાવશે તો તેમાં ખોટું શું છે ?


અરજી ફગાવીને શું કહ્યું ને અરજીકર્તાને કેટલો કર્યો દંડ


કોર્ટે અરજીકર્તાને એક લાખ રૂપિયાનો દંડ ફટકારીને અરજી ફગાવી દીધી હતી અને કહ્યું કે, ખોટા ઈરાદા સાથે તેને દાખલ કરવામાં આવી હતી અને અરજીકર્તાનો કદાચ રાજકીય એજન્ડા પણ હતો.