એર એશિયાની પુણે-દિલ્હી ફ્લાઇટ I5-732ની અંદર જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત શંકાસ્પદ દર્દી હોવોની ખબર પડ્યા બાદ અફડાતફડી મચી ગઈ હતી. આ દરમિયાન એક મુસાફરે છીંક ખાધી હતી. જેની ખબર મળતાં જ પ્લેન લેન્ડિંગ થવાની સાથે પાયલટ-ઇન-કમાંડોએ કોકપિટથી ઇમરજન્સી એક્ઝિટથી છલાંગ લગાવી હતી.
સામાન્ય રીતે પાયલટ પ્લેનની સામે વાળા ગેટનો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે તેને ખબર પડી કે પ્રથમ લાઇનમાં બેઠેલા યાત્રીએ છીંક ખાધી છે તો તે ગભરાઈ ગયો અને છલાંગ લગાવી દીધી. જે બાદ તમામ યાત્રીઓમાં અફડાતફડી મચી ગઈ. જોકે તેમ છતાં તમામ યાત્રીઓને પાછલા દરવાજેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
જે યાત્રીને છીંક આવી હતી તેને આગળના ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ યાત્રીઓને તપાસ કરવામાં આવી જેમાં બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. સુરક્ષા ઉપાય તરીકે લેન્ડિંગ બાદ વિમાનને અલગ ઉભુ રાખવામાં આવ્યું હતું.
ઘટના બાદ એર એશિયા ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, વિમાન પૂરી રીતે એન્ટી ઈન્ફેક્શન સફાઇ કરવામાં આવી હતી. અમારા પાયલચ આવી ઘટનાઓ માટે સારી રીતે પ્રશિક્ષિત છે. તેમણે કપરી સ્થિતિમાં પણ ધીરજથી કામ લીધું, જે પ્રશંસાને પાત્ર છે.