શું હોય છે લોકડાઉન?
- લોકડાઉન એક ઇમરજન્સી વ્યવસ્થા છે, જે એપેડેમિક અથવા કોઈ આપદાના સમયે સરકાર લાગુ કરે છે.
- લોકડાઉનની સ્થિતિમાં એ ક્ષેત્રના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી હોતી.
- જીવનજરૂરી વસ્તુઓ માટે બહાર નિકળવાની મંજૂરી હોય છે.
- જો કોઈને દવા કે અનાજની જરૂરત હોય તો બહાર આવી શકે છે.
- હોસ્પિટલ અને બેંકના કામ માટે મંજૂરી મળી શકે છે.
- નાના બાળકો અને વૃદ્ધોની દેખભાળના કામ માટે બહાર નિકળવાની મંજૂરી મળી શેક છે.
- હોસ્પિટલ, દવાની દુકાનો જેવી જરૂરી સેવાઓ ચાલુ રહે છે.
- તમામ પ્રાઈવેટ અને સરકારી કાર્યાલય, મોલ્સ, દુકાનો, ફેક્ટરીઓ અને સાર્વજનિક ટ્રાન્સપોર્ટ બંધ રહે છે.
- દૂધ, શાકભાજી, કરિયાણું અને દવાની દુકાન ખુલી રહી શકે છે.
- જોકે આ બુદી દુકાનો પર કારણ વગર ભીડ કરવાથી બચવું જરૂરી છે.
- પંજાબ, રાજસ્થાન અને ઓડિશા થયા લોકડાઉન
તમને જણાવીએ કે, કોરોનાના વધતા કહેરની વચ્ચે પંજાબ અને રાસ્થાન પૂરી રીતે લોકડાઉન કરવામાં આવ્યા છે. જ્યારે ઓડિશાના 12 શહેરને લોકડાઉન કર્યાના અહેવાલ છે. તમને જણાવીએ કે, મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા છે. કોરોના વાયરસથી ભારતમાં અ્તયાર સુધી સાતના મોત થયા છે અને કુલ 396 લોકોને તેનો ચેપ લાગ્યો છે.