જલંધરમાં બુધવારે રાત્રે માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે જેમાં દર્દી પાસે રૂપિયા ન હોવાને કારણે એક એમ્બ્યુલન્સવાળાએ તેને અડધી રાત્રે રસ્તા વચ્ચે જ ઉતારીને વયો ગયો. આ પહેલા ખાનગી હોસ્પિટેલ પણ તેને સવારે મોકલવાને બદલે રાત્રે જ મોકલી દીધો. ત્યાર બાદ દર્દીના સંબંધીઓ રાતભર પરેશાન થયા અને કોઈ રીતે વાહનની વ્યવસ્થા કરીને દર્દીને અમૃતસર લઈ ગયા.


ફગવાડાના રહેવાસી લવદીપે કહ્યું કે, તેમના દર્દી સતનામ સિંહ ન્યૂ રૂબી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યાંથી તેને શ્રીમન હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. ન્યૂ રૂબી હોસ્પિટલવાળાએ કહ્યું કે, તેની બધી વાત શ્રીમાન હોસ્પિટલમાં થઈ ગઈ છે. પહેલા દર્દીને સવારે શિફ્ટ કરવાના હતા પરંતુ તેને બુધારે સાંજે જ રેફર કરવામાં આવ્યા માટે તેને પટેલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઈ જવાના હતા. એમ્બ્યુલન્સવાળાએ 900 રૂપિયા માગ્યા અન અમારી પાસે એટલા રૂપિયા ન હતા તો તે દર્દીને ગંભીર સ્થિતિમાં જ નામદેવ ચોક પાસે ઉતારીને વયો ગયો. તેમણે કહ્યું કે, અમે રૂપિયાની વ્યવસ્થા કરી રહ્યા છીએ પરંતુ તેણે એક પણ વાત ન સાંભળી. બાદમાં કોઈ રીતે બીજું વાહન શોધ્યું અને દર્દીને અમૃતસર લઈ ગયા. જ્યાં શ્રીમાન હોસ્પિટલમાં પણ તેની પાસે સારવારના 20 હજાર રૂપિયા માગવામાં આવ્યા હતા.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 57 લાખ 72 હજાર 400

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440

  • કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789

  • કુલ મોત - 2 લાખ 87 હજાર 112


18 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 70 લાખ 9 હજાર 792 ડોઝ આપવામાં આવ્યા છે.