તૌકતે વાવાઝોડા બાદ દેશમાં વધુ એક વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા છે. હવે પશ્ચિમ બંગાળ પર વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર અંદામાન સમુદ્ર પર લો પ્રેશર બની શકે છે. જેને પગલે તેની અસર પશ્ચિમ બંગાળ પર આ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે.


હવામાન વિભાગે આગાહી  કરે છે કે આ વાવાઝોડુ આગામી 26 મેએ ઓડિશા અને પશ્ચિમ બંગાળને ટકરાઈ શકે છે. જો મોડુ થાય તો 27 મેએ વાવાઝોડુ બંગાળ પર અસર કરી શકે છે. સાથે જ ઓડિશા પણ તેની અસરથી બાકાત નહી રહે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


બીજી તરફ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે દિલ્લીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળ પર જે વાવાઝોડાનો ખતરો છે. તેનાથી બચવા માટે અત્યારથી જ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.


માછીમારોને 21 મેએ પછી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ જે લોકો દરિયામાં છે તેમને પણ વાવાઝોડા સમયે દરિયામાંથી પરત ફરવાની સૂચના આપવામાં આપી દેવામાં આવી છે. 25 મેએ બંગાળ, મેઘાલય, આસામ, ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 22 અને 23 મેએ અંદામાન-નિકોબાર ટાપુ પર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


IMD પ્રભારીત સુનીતા દેવીએ કહ્યું કે, ‘આગામી સપ્તાહની આસપાસ પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા બની શકે છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. જેવું જ અરું પૂર્વાનુમાન આવે છે અમે તેના વિશે વધારે જાણકારી ઉપલબ્ધ કરાવીશું.” નોંધનીય છે કે, અરબ સાગર અને બંગાળની ખાડી, બન્ને પર સમુદ્રની સપાટી પર તાપમાન સામાન્યથી 1-2 ડિગ્રી સેલ્સિયસ વધારે છે, જે ચક્રવાતને તૈયાર થવા માટે અનુકૂળ સ્થિતિ બનાવે છે. સુનીતાએ કહ્યું કે, “બંગાળની ખાડી ઉપર સમુદ્રની સપાટીનું તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ છે અને અન્ય તમામ હવામાન પરિસ્થિતિ પણ ચક્રવાત બનાવવા માટે અનુકૂળ છે.”


તૌકતે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તૌકતે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તૌકતે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તૌકતે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. 17-18 તારીખે દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.