મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પતિે તેની પત્નીને કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે અને કોવિડ સેન્ટરમાં ભરતી છે. આમ કહી તે ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવવા ઈન્દોર જતો રહ્યો હતો. ઘણા સમયથી પતિનો સંપર્ક ન થતાં પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

24 જુલાઈના રોડ તલોજામાં હેતા 28 વર્ષીય વ્યકિતએ તેની પત્નીને ફોન કરીને કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે. હું ખૂબ પરેશાન છું અને મરવા જઈ રહ્યો છું. પત્ની તેની આ વાત સાંભળીને રડવા લાગી અને બાદમાં ફોન કાપી નાંખ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું, બીજા દિવસે યુવકના સાળાએ તેના જીજાની બાઈક વાશીની એક ગલીમાં લાવારિસ પડેલી જોઈ. જેમાં હેલ્મેટ, ઓફિસ બેગ હતા. પરિવાર વાશી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ પોલીસની એક ટીમ તે વ્યક્તિને શોધવામાં લાગી હતી. વાશીની આસપાસના નાળા અને તમામ કોવિડ સેન્ટરમાં શોધવા છતાં કોઈ ભાળ ન મળી. જે બાદ તે વ્યક્તિનો મોબાઈલ સર્વિલેંસ પર મૂકવામાં આવ્યો. જેમાં ખબર પડી કે યુવકે તેના મોબાઈલ પર જૂનું સિમ બંધ કરીને નવું સિમ ચાલુ કરાવ્યું હતું. સર્વિલેંસમાં ખબર પડી કે તે મોબાઈલ ઈન્દોરમાં ચાલુ છે.

પોલીસની ટીમે ઈન્દોર પહોંચીને તેને પકડી લીધો હતો. ઈન્દોરમાં તે પોતાની ઓળખ અને નામ બદલીને ભાડાના મકાનમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતો હતો.