દેશમાં કોરોનાના સંક્રમણ ગત વર્ષની તુલનામાં ઝડપભેર વધી રહ્યું છે. સોમવારે દેશમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્ચા 40,611  પર પહોંચી છે. તો 29,735 રિકવર થય છે તો 197ના સંક્રમણથી  મૃત્યુ થયા છે. તો જાણીએ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કારાણે કેટલા મૃત્યુ થયા.


છેલ્લા એક સપ્તાહમાં કોરોનાથી કેટલા મોત? મૃત્યુ



  • 23 માર્ચ 40715 199 મોત

  • 22 માર્ચ 40,715 કેસ 212 મોત

  • 21 માર્ચ 43846 કેસ 197 મોત

  • 20 માર્ચ 40953 કેસ, 18 મોત

  • 19 માર્ચ 39726 કેસ, 154 મોત

  • 18 માર્ચ 39726 કેસ, , 172 મોત

  • 17 માર્ચ 28903 કેસ, 188 મોત


માર્ચમાં તૂટ્યો રેકોર્ડ


છેલ્લા એક અઠવાડિયાના આંકડા મુજબ દેશમાં 2 લાખ 76 હજાર 965 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ એક હજાર 310 લોકોના મોત થયા છે તો એક હજાર 310 લોકોના મોત થયા છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી સુધીમાં કેસ 12 હજારની આસપાસ પહોંચ્યા. 17 ફેબ્રુઆરી બાદ કેસમાં ઝડપભેર વધારો થયો અને કેસ 12 હજારથી પાર પહોંચી ગયા. 28 ફેબ્રુઆરી બાદ દરરોજ  કેસ 15 હજારથી વધુ નોંધાયા.


કેમ ખતરનાક છે સંક્રમણની બીજી લહેર


ગત વર્ષે  23 માર્ચે કોરોનાના 450 કેસ નોંધાયા હતા. આ સમયે દેશમાં લોકડાઉન લાદી દેવાયું હતું. હવે દરરોજ 40 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે અને અત્યાર સુધી 60 લાખ 166 લોકોના કોવિડના કારણે મોત થયા છે. જો કોરોનાની રફતાર આજ રીતે  વધતી રહી તો બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.


દેશની વર્તમાન કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો  સોમવારે  દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, અને 197 મૃત્યુ પામ્યા. રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.