નવી દિલ્હીઃ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જાણકારી આપી છે કે કોરોના મહામારીની બીજી લહેરમાં 730 ડૉક્ટરોના મોત થઇ ચૂક્યા છે. એસોસિએશને બતાવ્યુ કે બિહારમાં સૌથી વધુ ડૉક્ટરોના મોત થયા છે. એસોસિએશન અનુસાર બિહારમાં 115 ડૉક્ટરોએ કોરોનામાં જીવ ગુમાવી દીધો છે. બીજા નંબર પર દિલ્હી છે. દિલ્હીમાં 109 ડૉક્ટરોના મોત કોરોનાના કારણે થયા છે.  


ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યુ કે, ઉત્તરપ્રદેશમાં 79, આંધ્રપ્રદેશમાં 38 અને તેલંગાણામાં 37 ડૉક્ટરોના મોત થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં 23 જ્યારે મધ્યપ્રદેશમાં 16 ડૉક્ટરોના મોત થયા છે. 






કોરોનાની બીજી લહેરમાં થયેલા ડૉક્ટરોના મોતને લઇને રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે, દેશને કોરોનાના સંકટથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાંખનારા આ તમામ ડૉક્ટરોને સલામ કરુ છું. 


ડૉક્ટરોને શહીદ બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું- આ શહીદોને વિપરિત પરિસ્થિતિઓ અને કઠીનતાઓનો સામી છાતીએ મુકાબલો કર્યો, પરંતુ ક્યારેય હાર ના માની. મારી સંવેદનાઓ મૃતક ડૉક્ટરોના પરિજનો સાથે છે. 


ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 62,224 નવા કેસો સામે આવ્યા છે. નવા દર્દીઓ આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2,96,33,105 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 2,542ના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 3,79,573 થઇ ગઇ છે.


Coronavirus Cases India: દેશમાં કોરોનાના કેસમાં થયો સાધારણ વધારો, મૃત્યુદર યથાવત


ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવાકે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે  છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકોના મોત થયા છે.  


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ-
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.


કુલ કેસઃ બે કરોડ 96 લાખ 33 હજાર 105
કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 83 લાખ 88 હજાર 100
એક્ટિવ કેસઃ 8 લાખ 65 હજાર 432
કુલ મૃત્યુઆંકઃ 3,79,573
દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95.80 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 3.22 ટકા છે, જયારે સતત નવ દિવસથી 5 ટકાથી ઓછો છે.