નવી દિલ્હીઃ કોવિડ-19 વેક્સીન Covaxinના કમ્પોઝિશનને લઈ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કોવેક્સિનમાં નવજાત વાછરડાંના સીરમનો ઉપયોગ થાય છે તેમ જણાવાયું છે. જેને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ પોસ્ટમાં તથ્યનો તોરડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.


સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ વાયરસ કલ્ચર કરવાની એક ટેકનિક છે. પોલિયો, ઈન્ફલુએન્ઝાની રસીમાં દાયકાથી આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવેક્સિનમાં નવજાત વાછડાંના સીરમનો બિલકુલ ઉપયોગ થતો નથી


કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ દાવો કર્યો હતો કે કોવેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાંના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે 20 દિવસથી પણ ઓછી ઉંમરનાં વાછરડાંની હત્યા કરવામાં આવે છે. એક આરટીઆઈના મળેલા જવાબને શેર કરી તેમણે આમ કહ્યું હતું.


દેશમાં કેટલા લોકોએ લીધી રસી


દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 96 લાખ 33 હજાર 105

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 83 લાખ 88 હજાર 100

  • એક્ટિવ કેસઃ 8 લાખ 65 હજાર 432

  • કુલ મૃત્યુઆંકઃ 3,79,573


પેટ્રોલ-ડીઝલના ભડકે બળી રહ્યા છે ભાવ, આ ટિપ્સ અપનાવીને વધારો માઇલેજ