કોરોમાં કોરના કેસનું કિડિયારું ઉભરાયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ઋતુ બદલાતા કે વરસાદથી કોરોના સંક્રમણ ઘટી જશે તેવો દાવો કરાયો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ મુજબ હવામાના બદલાવાથી કે વરસાદથી સંક્રમણની સ્પીડ ઘટી જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કોરોનાની સ્પીડ માત્ર કોવિડના નિયમોનું પાલન કરીને ઘટાડી શકાય છે. યોગ્ય રીતે માસ્ક પહેરો, વારંવાર હાથ ધૂઓ અને સેનિટાઈઝ કરો તથા સામાજિક અંતર જાળવો.


પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.પીઆઇપીની ફેક્ટ ચેક ટીમ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આવા મેસેજની તપાસ કરે છે.  હાલ તૌકતે વાવાઝડુંના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ થઇ ગયો છે. આ સમયે સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,વરસાદ પડવાથી કે ઋતુ બદલાવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે. 



પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ સોશિલય મીડિયા પર વાયરલ આ દાવાની ચકાસણી કરતા આ દાવાને ખોટો સાબિત કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. પીઆઇબીની  ફેક્ટ ટીમે તપાસ કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણને બદલતી ઋતુ સાથે કોઇ સંબંધ નથી. કોરોનાનું સંક્રમણ કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને ઘટાડી શકાય છે. કોવિડના સંક્રમણને માસ્ક પહેરી. સમાજિક અંતર જાળવીને અને વારંવાર હાથ ધોઇને ઓછું કરી શકાય. બદલતા હવામાન સાથે કોવિડના વાયરસના સંક્રમણની ફેલાવાને કોઇ સંબંધ નથી. આ દાવાનું કોઇન વૈજ્ઞાનિક પ્રમામ નથી. 


કોરોનાની મહામારીમાં હાલ સોશિયલ મીડિયામાં કોવિડ સંબંધિત અનેક મેસેજ વાયરલ થઇ રહ્યાં છે. કોવિડના ઇલાજ સંબંધિત પણ અનેક મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જેનુ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ હોતુુ નથી. તો મહામારીના સમયમાં આવી અફવા લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ આવા મેસેજને વાયરલ ન કરવા અને આવા મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી