ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1136 સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં વધુ સાત લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાને 203 પર પહોંચી છે.
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે જ 1000ને પાર પહોંચી હતી. જેના માટે દરેક રાજ્યોની સરકાર જનતાને અપીલ કરે છે કે, ઘરામાં રહો, કામ વગર ઘરની બહાર ન નીકળો.
કેરળ અને મહારાષ્ટ્ર દેશના બે એવા રાજ્યો છે જ્યાં કોરોનાના સૌથી વધારે દર્દી છે. દેશના 27 રાજ્યો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. દેશમાં મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે. 90 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા બાદ સાજા પણ થયા છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 6, ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં ત્રણ, મધ્યપ્રદેશમાં 2 અને તમિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.